Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

યુપીની હોસ્પિટલોમાં આજથી સામાન્ય ઓપીડી શરૂ

કોરોના કેસ ઘટતા કોવીડ હોસ્પિટલો બંધ કરાઇ

લખનૌ, તા. ૩ : યુપીના ૭ર જીલ્લાઓમાં હવે ફકત એક કોવીડ હોસ્પિટલ રહેશે અને બાકીને નોન કોવીડ હોસ્પિટલ બનાવી દેવાઇ છે. આજથી યુપીમાં સામાન્ય ઓપીડી દાખલ થવાની સુવિધા ફરી શરૂ થઇ છે. ઉપરાંત મેડીકલ કોલેજોમાં પણ ભણવાનું ફરી શરૂ થશે. સતત ઘટતા કોરોના કેસથી મુખ્ય સચીવ સ્વાસ્થ્ય અમિત પ્રસાદે તમામ અધિકારીઓને આ અંગે આદેશ આપેલ. તમામ કોવીડ હોસ્પિટલોને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે.

(11:40 am IST)