Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

આજે જીંદમાં મહાપંચાયતઃતૈયાર થશે આગળની રણનીતિ

ખેડૂત આંદોલન મુદ્દે થનારી મહાપંચાયતમાં BKU ના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈત પણ સામેલ થવાના છે

નવી દિલ્હી, તા.૩:  આજે જિંદના કંડાલા ગામમાં ખેડૂત આંદોલન મુદ્દે થનારી મહાપંચાયતમાં BKUના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈત પણ સામેલ થવાના છે. આ મહાપંચાયતમાં ખેડૂત આંદોલનની આગળની રૂપરેખા તૈયાર થશે.

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત આજે હરિયાણાના જિંદમાં થનારી મહાપંચાયતમાં સામેલ થવાના છે. આ દરમિયાન હરિયાણાના ખેડૂતો અને ખાપ મળીને આગળના આંદોલન ની રૂપરેખા તૈયાર કરશે. રાકેશ ટિકૈત જિંદમાં કંડેલા ખાપના ઐતિહાસિક ચબૂતરા પર જનસભાને સંબોધિત કરશે. કંડેલા એ જ ગામ છે જેણે રાકેશ ટિકૈતના આંસુઓ બાદ સૌથી પહેલા રોડ જામ કર્યો હતો અને દિલ્હી કૂચ કરીને આંદોલનને નવી ધાર આપી હતી.

ખેડૂત નેતા રાકેશ ટિકૈત પહેલા કંડેલા અને ત્યારબાદ ખટકડ ટોલ પર ચાલી રહેલા ધરણા સ્થળ પર લોકોને સંબોધિત કરશે. આ બધા વચ્ચે રાકેશ ટિકૈતે કહ્યું કે લોની ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે આંદોલન દરમિયાન સામાન અને ધાબળા મોકલાવ્યા હતા. કંડલા ખાપના પ્રધાન ટેકરામ કંડેલાએ જણાવ્યું કે મહાપંચાયતમાં બીકેયુના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈત, મહાસચિવ યુદ્ઘવીર સિંહ, ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂની, પંજાબથી નેતા લબીર સિંહ રાજેવાલ, રતન સિંહ માન, ચૌધરી જોગેન્દ્ર સિંહ માન ઉપરાંત હરિયાણાના તમામ ખાપ પંચાયત, તપે, બારહા ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનના ખેડૂતો ભાગ લેશે.

(11:42 am IST)