Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

2024 ની સાલ સુધીમાં એપલ સ્વયં સંચાલિત ઇલેક્ટ્રિક કાર બજારમાં મુકશે : પ્રારંભિક તબક્કે તૈયારીઓ શરૂ

યુ.એસ. : 2024 ની સાલ સુધીમાં એપલ સ્વયં સંચાલિત ઇલેક્ટ્રિક કાર બજારમાં મુકવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.જે માટે પ્રારંભિક તબક્કે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

જોકે કંપનીના મોટા ભાગના એન્જીનીયરો ઘેર બેઠા કામ કરતા હોવાથી તથા સ્થળ ઉપર મર્યાદિત સમય આપતા હોવાથી પ્રોજેક્ટ શરૂ થવામાં વિલંબ થઇ શકે છે.તેમજ કંપનીના હાર્ડવેર એન્જીનીયરોની ટિમ પણ મર્યાદિત સંખ્યા ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે એપલ દ્વારા તૈયાર  થનાર કાર અન્ય કાર ઉત્પાદક કંપનીઓ ટેસલા , અપસ્ટાર્ટ લ્યુસિડ મોટર્સ સાથે સ્પર્ધા જાળવી શકશે. એપલની  કાર એસેમ્બલના સ્વરૂપમાં હશે.તેવું સીએનબીસી દ્વારા જાણવા મળે છે.

(1:10 pm IST)