Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

ઓબીસી કેટેગરીમાં લાભ મેળવતા લોકોને સરકાર ક્રીમી લેયર પર મોટી ભેટ આપી શકે છે

ઓબીસી કેટેગરીમાં ક્રીમી લેયર મુદ્દે પૂછાયો હતો સવાલઃ અત્યારે ૮ લાખની આવક મર્યાદા સુધી મળે છે લાભ

નવી દિલ્હી, તા.૩: ઓબીસી અનામત માટે ક્રીમી લેયરની આવક સીમા વધારવા માટે સરકાર વિચાર કરી રહી છે. મંગળવારે સરકારે લેખિતમાં આ મામલે જવાબ અપાયો છે જેમાં સરકારે કહ્યું છે કે આવક સીમા વધારવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે. DMK સાંસદ ટીઆર બાલૂએ આ મામલે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. નોંધનીય છે કે ક્રીમી લેયર અત્યારે ૮ લાખ છે અને સૂત્રો અનુસાર સરકાર તેને વધારીને ૧૨ લાખ કરી શકે છે.

સામાજિક કલ્યાણ અને આધિકારિતા રાજય મંત્રી કૃષ્ણપાલ ગૂર્જરે મંગળવારે લોકસભામાં કહ્યું છે કે કેન્દ્ર સરકાર આ બાબતે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગથી વાત કરી રહી છે.  તેમણે કહ્યું કે ઓબીસી ગ્રુપમાં ક્રીમી લેયરના નિર્ધારણમાં આયકર સીમાની સમીક્ષા પણ વિચારાધીન છે.

નોંધનીય છે કે ઓબીસી કેટેગરીમાં આવતા લોકોને કેન્દ્રીય શિક્ષણ સંસ્થાનો અને નોકરીમાં ૨૭% અનામતનો લાભ મળે છે પણ જે કીમી લેયરમાં નથી આવતા તેમને આ લાભ મળી શકે નહીં. અત્યારે એવા લોકો જેમના માતા પિતાની વાર્ષિક આવક ૮ લાખ રૂપિયા કરતાં ઓછી છે તેમને લાભ મળે છે. નોંધનીય છે કે જે લોકો ક્રીમી લેયરમાં આવે છે તેમને આર્થિક સમૃદ્ઘ ગણવામાં આવે છે.

સૂત્રો અનુસાર સરકાર આ ક્રીમી લેયરની આવક સીમાને વધારીને ૧૨ લાખ કરી શકે છે અને તેનાથી એક મોટા વર્ગને ફાયદો થશે. આ પહેલા કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે ગયા વર્ષે જ કહ્યું હતું કે સરકાર ઓબીસીમાં ક્રીમી લેયરની આવક સીમાને વધારી દેશે.

(3:21 pm IST)