Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

રાકેશ ટીકૈતનું એલાન

છઠ્ઠીએ દિલ્હી - NCRમાં નહિ યોજાય ચક્કાજામ

નવી દિલ્હી તા. ૩ : ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઈને એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છે. રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન હજું કમજોર નથી થયું. સતત અમારી લડાઈ ચાલૂ છે. રાકેશે કહ્યું કે અમારો દિલ્હીને ઘેરવાનો કોઈ પ્લાન નથી પરંતુ અમે કોઈ દબાણમાં ઝૂકવા નથી માંગતા

આંદોલન સમયે ભાવુક થઈને રાકેશ ટિકૈતે કહ્યું હતું કે પોલીસ બળજબરીપૂર્વક પ્રદર્શનસ્થળ ખાલી કરાવવા માંગે છે. પરંતુ પોલીસ પાછળ રહી અને તેમના ગુંડાઓ આગળ રહ્યા હતા. જો પોલીસ આવીને અમને ઉઠાવશે તો વાંધો નથી ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતો અને પોલીસ જવાનોને વચ્ચે જે અથડામણ કરાવવામાં આવી તે ખોટું થયું. જો સરકાર ઈચ્છે છે કે દબાણમાં આવીને અમે આંદોલન ખતમ કરી દઈએ, તો એવું નહિ થાય. ચર્ચા દ્વારા જ આંદોલન પૂર્ણ થશે. અમે અમારા મુદ્દાઓ પર અડગ છીએ. દિલ્હીમાં ઘૂસવાની અમારી કોઈ યોજના હવે નથી.૬ ફેબ્રુઆરીના રોજ ચક્કાજામને લઈને રાકેશ ટિકૈતે નિવેદન આપતા જણાવ્યું છે કે દિલ્હી એનસીઆરમાં એવું કઈ નહિ કરવામાં આવે. ખેડૂતો પોતપોતાની જગ્યાએ જ રોડ બંધ કરશે અને વહીવટી તંત્રને આવેદન આપશે. દિલ્હીની સરહદી પર કરવામાં આવેલ બેરિકેડિંગ અને કિલ્લેબંધી પર રાકેશ ટિકૈતે કહ્યું કે તેઓ દિલ્હી જવાના જ નથી.

(3:22 pm IST)