Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

દેશની નિકાશમાં સતત બીજા મહિને નોંધાયો વધારો

જાન્યુ.માં આ વર્ષના આધારે ૫.૩૭ ટકા વધીને ૨૭.૨૪ અરબ ડોલરે પહોંચી

નવી દિલ્હી : દેશની નીકાસ જાન્યુઆરી ૨૦૨૧માં વર્ષના આધારે ૫.૩૭ ટકા વધીને ૨૭.૨૪ અરબ ડોલર પર પહોંચી ગયો છે. વાણિજ્ય મંત્રાલયના પ્રોવિઝનલ ડેટા મુજબ તેનું મુખ્ય કારણ ફાર્મા અને એન્જીનિયરિંગ સેકટર્સમાં થઇ રહેલો વિકાસ છે. મહીના દરમ્યાન વેપારનું નુકશાન ઘટીને ૧૪.૭૫ અરબ ડોલર થઇ ગયુ છે. જે જાન્યુઆરી ૨૦૨૦માં ૧૫.૩ અરબ ડોલર હતું. ડિસેમ્બર ૨૦૨૦માં તે ૧૫.૪૪ હતું. જાન્યુઆરી ૨૦૨૧માં આયાત ૨ ટકા વધીને ૪૨ અરબ ડોલર પર પહોંચી છે.વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલે એક ટ્વિટના કહ્યું કે આત્મનિર્ભર ભારત વૈશ્વિક મંચ પર આવી ગયુ છે. મર્ચેડાઇઝ એકસપોર્ટ વધીને જાન્યુઆરીમાં ૨૭.૨૪ અરબ ડોલર થઇ છે. જે વર્ષના આધારે ૫.૩૭ ટકાનો ગ્રોથ છે. નિકાસવાળા ઉદ્યોગને સરકારના પ્રોત્સાહનની સાથે મેક ઇન ઇન્ડીયા નવા વર્ષમાં વિશ્વની મદદ કરી રહ્યું છે.ડેટાના જણાવ્યા મુજબ ફાર્માસ્યુટિકલ અને એન્જીનિયરિંગની નીકાસમાં ક્રમશઃ ૧૬.૪ ટકા (૨૯૩ મિલિયન ડોલર) અને અંદાજે ૧૯ ટકા વધી છે જે બીજા ક્ષેત્રનો વિકાસ થયો છે.  તેમા ઓઇલ મીલ, આયરન અને તંબાકુ, ચોખા, ફળ અને શાકભાજી, ચાદર, હેન્ડીક્રાફટ, મસાલા, ચા, કાજુ, પ્લાસ્ટિક અને કેમિકલ છે. નિકાસના જે ક્ષેત્રોમાં નકારાત્મક ગ્રોથ જોવા મળી છે તેમાં પેટ્રોલિયમ પ્રોડકટ્સ, રેડીમેડ કપડા, અને લેધર છે. અગાઉ પણ ભારતની નિકાસ ડિસે. ૨૦૨૦માં વધીને ૨૭.૧૫ અરબ ડોલર પર પહોંચી ગઇ હતી. જ્યારે આયાત ૭૫.૬ ટકાના વધારા સાથે ૪૨.૫૯ અરબ ડોલર પહોંચી છે.

(3:26 pm IST)