Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

BMCના મ્યુનિસિપલ કમિશનર પાણી સમજી સેનિટાઇઝર પી ગયા

ભૂલની ખબર પડતાંની સાથે જ સમય વેડફ્યા વિના પવારે તરત જ પોતાનું મોં પાણીથી ધોઇ નાખ્યું

મુંબઇ મહાનગરપાલિકાના સંયુક્ત મ્યુનિસિપલ કમિશનર રમેશ પવાર શિક્ષણ બજેટ રજૂ કરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન તેમણે ભૂલથી સેનિટાઇઝરને પાણી સમજી પી લીધું હતું. જોકે, ભૂલની ખબર પડતાંની સાથે જ સમય વેડફ્યા વિના પવારે તરત જ પોતાનું મોં પાણીથી ધોઇ લીધુ હતું. જોકે સદનસીબે આ ઘટના દરમિયાન કંઇપણ અજુગતું થયું નહીં.

 બીએમસીના જોઇન્ટ મ્યુનિસિપલ કમિશનર રમેશ પવાર આજે નાગરિક મંડળનું શિક્ષણ બજેટ રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને તરસ લાગી ત્યારે તેમણે નજીકમાં રાખેલી બોટલ ઉપાડી અને તેને પાણી સમજીને પીવા લાગ્યા હતા પરંતુ તેના પછી તરત જ તમને સમજી ગયું કે તે જેને પાણી સમજી પી રહ્યા છે તે ખરેખરમાં સેનિટાઇઝર છે.

આ દરમિયાન પાછળ ઉભેલા લોકોએ તેમને તાત્કાલિક રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં રમેશ પવારે સેનિટાઇઝરનો એક ઘૂંટ પી લીધો હતો. બાદમાં તેઓ સભામાંથી ઉભા થાય છે અને બહાર જાય છે અને થોડા સમય પછી મોં ધોઈને પાછા આવ્યા હતા. મળતી માહિતી મુજબ, રમેશ પવાર હાલના તબક્કે સ્વસ્થ છે.

(8:44 pm IST)