Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

જો કૃષિ કાનૂન પરત લેવામાં આવશે નહીં તો તેમનું સત્તામાં બનેલું મુશ્કેલ થઈ જશે.: રાકેશ ટિકૈતની સરકારને ચેતવણી

અમે અનાજને તિજોરીમાં બંધ થવા દઈશું નહીં.:ટિકૈતે કહ્યું- “જ્યારે-જ્યારે રાજા ડરે છે, કિલ્લાબંધી કરે છે.

નવી દિલ્હી : ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા અને કિસાન નેતા રાકેશ ટિકૈતે મોદી સરકારની ચેતવણી આપતા કહ્યું છે કે, જો કૃષિ કાનૂન પરત લેવામાં આવશે નહીં તો તેમનું સત્તામાં બનેલું મુશ્કેલ થઈ જશે.હરિયાણાના જિંદ જિલ્લામાં ખેડૂતોની મહાપંચાયતમાં ટિકૈતે કહ્યું કે, કિસાન આંદોલન ધીમું થશે નહીં અને “આ આંદોલનનો કોઈ નેતા નથી, આના નેતા ખેડૂત છે.”

તેમને કહ્યું, “આંદોલન લાંબુ ચાલશે અને ધીમુ પડશે નહીં. અમારા જે ખેડૂત પ્રતિનિધિઓ સાથે સરકાર વાતચીત કરી રહી હતી, તેમના સાથે સરકાર વાતચીત કરવાનું ચાલું રાખે, જે પણ તેઓ કહેશે તે અમે કરીશું.

 

ટિકૈતે મોદી સરકારને ચેતવણી આપતા કહ્યું, “સરકાર કાન ખોલીને સાંભળી લો, અમે હાલમાં બિલ પરત લેવાની વાત કરી છે, જો આ યુવાઓએ ગાદી પરત લેવાની વાત કરી દીધી તો શું કરશો?”

“આ આંદોલનને કોઈ દબાવી શકશે નહીં, અમારી આ લડાઈ જમીન બચાવવાની છે. અમે અનાજને તિજોરીમાં બંધ થવા દઈશું નહીં.”

દિલ્હીમાં ખેડૂતોને જમા થવાથી રોકવાની કોશિશો પર હુમલો કરતાં ટિકૈતે નારે લગાવતા કહ્યું- “જ્યારે-જ્યારે રાજા ડરે છે, કિલ્લાબંધી કરે છે.”

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર જિંદમાં રહેલા એક ખેડૂત નિર્મલ સિંહે કહ્યું કે, “ખેડૂત પહેલા પણ કહી ચૂક્યા છે કે, કાનૂન પરત થશે નહીં ત્યાર સુધી ખેડૂત આંદોલન કરતાં રહેશે.”

અન્ય એક ખેડૂત સંસાર સિંહે કહ્યું કે, “ખેડૂત ખુબ જ મુશ્કેલીમાં છે. મોદી જી અને મનોહર લાલ ખટ્ટર જી ખેડૂતોને જૂઠ્ઠૂ આશ્વસન આપી રહ્યાં છે. કાનૂન પરત લેવામાં આવશે નહીં તો અમે ઘર વાપસી કરીશું નહીં.

(9:58 pm IST)