Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

આ વર્ષે જમ્‍મુ-કાશ્‍મીરમાં શિયાળો ખુબ જ આકરો રહેતા સેનામાં પરેશાની વધી

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ : આ વર્ષે મોસમ બગડતા અને લાંબો સમય સુધી શિયાળો ચાલુ રહેતા સેનામાં પરેશાની વધી છે. કાશ્‍મીરમાં ભારે બરફવર્ષાને કારણે ભારત-પાકિસ્‍તાન સરહદ ઉપર સૈનિકોની પરિસ્‍થિતિ ખુબ જ બેહાલ છે. બરફ વર્ષા વચ્‍ચે પણ આતંકવાદીઓ ઘુસણખોરી કરે છે. જેના કારણે સેનાએ સતત સતર્ક રહેવુ પડે છે.

ર૦૧૦માં આવેલ બરફના તોફાનથી જમ્‍મુ-કાશ્‍મીરમાં ખુબ જ પરિસ્‍થિતિ વિકટ બની હતી. જો કે હાલમાં બરફવર્ષાના કારણે કોઇ જાનહાની ન થતા સેનાના જવાનોએ હાશકારો અનુભવ્‍યો છે.

(4:47 pm IST)