Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

થૂંકીને બનાવાતું કેફી પીણું ચિચા

બીજીંગ, તા.૩: સોશ્‍યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક મહિલા બે બાળકો સાથે ખુલ્લા વિસ્‍તારમાં બેસીને એક ડ્રિન્‍ક ઉકાળી રહી છે. એક તબક્કે તે ડ્રિન્‍કના વાસણમાંથી થોડું પોતાના મોઢામાં લઈને પછી ફરીથી ડ્રિન્‍કના વાસણમાં થૂંકી દે છે. આ વિડિયો-ક્‍લિપે ઘણા લોકોને ચોંકાવી દીધા છે. કેટલાકે આ મહિલા ફરીથી મહામારી ફેલાવશે એવી ઉક્‍તિ કરી છે તો વળી કેટલાકે કહ્યું કે તે લૅટિન અમેરિકન બિયર ‘ચિચા' બનાવી રહી હોવી જોઈએ. જોકે ડ્રિન્‍ક કોઈ પણ હોય, એમાં થૂંકવાની આ કઈ રીત છે, કયું ડ્રિન્‍ક આ પ્રકારે બનાવાય એવું હોય. એક નેટિઝને આગળ વધીને કહ્યું કે આ જ કારણ છે કે હું કોઈના હાથે બનાવેલો ખોરાક ખાવાનું પસંદ નથી કરતો. કેટલાક યુઝર્સના મતે આ મહિલા ચિચા નામનું પીણું બનાવી રહી છે; જે પેરુ, ઇક્‍વેડોર અને બ્રાઝિલ જેવા દેશોમાં કૉર્નમાંથી બનતું એક લોકપ્રિય પીણું છે. પીણું બનાવવાની પ્રક્રિયામાં એ બનાવનાર વ્‍યક્‍તિના મોઢાની લાળની મદદથી મકાઈને ભીની કરવામાં આવે છે. આ થૂંક ડ્રિન્‍કમાં આથાનું કામ કરે છે.

(3:21 pm IST)