Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

મનીષ સિસોદિયાએ રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી

મનીષ સિસોદિયાને સીબીઆઈની કસ્ટડીનો સમયગાળો પૂરો થતાં CBI તેને શનિવારે કોર્ટમાં રજૂ કરશે

નવી દિલ્હી : એકસાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. મનીષ સિસોદિયા હાલમાં સીબીઆઈની કસ્ટડીમાં છે અને કસ્ટડીનો સમયગાળો પૂરો થતાં CBI તેને શનિવારે કોર્ટમાં રજૂ કરશે.

મનીષ સિસોદિયાની આઠ કલાક લાંબી પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને 27 ફેબ્રુઆરીએ કોર્ટે મનીષને પાંચ દિવસની CBI કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

 

(12:20 am IST)