Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર રાજસ્થાનના અલવરમાં હુમલો : કાળા ઝંડા બતાવાયા

હુમલાખોરોની ધરપકડની માંગને લઇને ખેડૂત ત્યા ધરણા પર બેસી ગયા

જયપુર: ભારતીય કિસાન યૂનિયન (ભાકિયૂ)ના પ્રવક્તા કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ફરીને પંચાયત અને સભાઓને સંબોધિત કરી રહ્યા છે. રાજસ્થાનના અલવર જિલ્લામાં બે પંચાયતોને સંબોધિત કરવાનો કાર્યક્રમ હતો. બપોરે તે એક પંચાયતને સંબોધિત કર્યા બાદ કેટલીક ગાડીઓના કાફલા સાથે બીજી પંચાયતને સંબોધિત કરવા માટે નીકળ્યા હતા.

  ભાકિયુ યુવાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ ટિકૈત મુજબ રસ્તામાં તેમણે એક રાજકીય દળના કાર્યકર્તાઓએ કાળા ઝંડા બતાવી વિરોધ નોંધાવ્યો હતો અને તેમની પર પથ્થરમારો કર્યો હતો, જેને કારણે તેમની ગાડીના કાચ તૂટી ગયા હતા, તેમનું કહેવુ છે કે આ હુમલામાં કાફલામાં રહેલા લોકોનું કહેવુ છે કે હુમલાખોરોએ ગોળી પણ ચલાવી હતી. જોકે, તે સુરક્ષિત બચીને બીજી પંચાયતને સંબોધિત કરવા માટે પહોચી ગયા હતા, તેમણે જણાવ્યુ કે ચૌધરી રાકેશ ટિકૈત પર હુમલાના વિરોધ અને હુમલાખોરોની ધરપકડની માંગને લઇને ખેડૂત ત્યા ધરણા પર બેસી ગયા છે

રાજસ્થાન પછી રાકેશ ટિકૈત 4-5 એપ્રિલે ગુજરાત આવવાના છે. 4 એપ્રિલે અંબાજીમાં દર્શન કરી પાલનપુરમાં એક સભાને સંબોધશે. તે બાદ ઉંઝાના ઉમિયા માતાના મંદિરે દર્શન કરશે. 5 એપ્રિલે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને કરમસદમાં સરદાર પટેલ સ્મારકની મુલાકાત કરશે. બારડોલીમાં ખેડૂત સંવાદ પણ કરશે

(12:00 am IST)