Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

બાંગ્લાદેશમાં ત્રણ દિવસથી રેકોર્ડ બ્રેક કોરોના કેસ નોંધાયા: અનેક શહેરો જિલ્લાઓમાં આકરા પગલા: આજે સાત હજાર આસપાસ નવા કેસ અને ૫૦ મોત

ઢાકા: બાંગ્લાદેશમાં એક જ દિવસમાં ૬,૮૩૦ નવા કોરોના કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ કોવિડ -19 દર્દીઓ નોંધાયા છે.  આ સતત ત્રીજા દિવસે કોરોના પોઝિટિવ કેસની સંખ્યાએ પાછલા રેકોર્ડને તોડ્યો છે.  ગત વર્ષે ૮ માર્ચે પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો.  આજે કોરોનાથી ૫૦ દર્દીઓનાં મોત બાદ દેશમાં મૃતકોની સંખ્યા ૯૧૫૫ ઉપર પહોંચી ગઈ છે.

કોક્સબજાર જિલ્લા વહીવટીતંત્રે શહેરમાં બીચ અને અન્ય મનોરંજન સ્થળો અને જાહેર સભાઓ બે અઠવાડિયા બંધ રાખવાની ઘોષણા કરી છે.

ચટગાંવ જિલ્લા વહીવટીતંત્રે પણ જાહેરાત કરી છે કે દવાખાનાઓ અને હોટલ સિવાયની તમામ દુકાનો સાંજના છ વાગ્ય આથીબંધ થઈ જશે.

પાટનગર ઢાકા દક્ષિણની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાંજના આઠ વાગ્યા પછી તમામ દુકાનો બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

(12:00 am IST)