Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં બદનક્ષીનો દાવો : શિવસેના ધારાસભ્ય રવિન્દ્ર વાયકર તથા તેમના પત્ની મનીષા રાઇકરે 100 કરોડ રૂપિયાનો દાવો નોંધાવ્યો

નવી દિલ્હી : ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા વિરુદ્ધ  શિવસેના ધારાસભ્ય રવિન્દ્ર વાયકર તથા તેમના પત્ની મનીષા રાઇકરે 100 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો નોંધાવ્યો છે.

સોમૈયા પોતાની પાર્ટીમાંથી સાઈડ લાઈન થઇ ગયા હોવાથી પોતાના રાજકીય સ્વાર્થ માટે મહારાષ્ટ્ર સરકારને પરોક્ષ રૂપે નિશાન બનાવી અમારા વિષે  પાયાવિહોણા અને બદનક્ષી કરતા વિધાનો કરી રહ્યા છે.જેને ઘણા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્લેટફોર્મ દ્વારા પ્રસિદ્ધિ અપાઈ છે.તેવું પિટિશનમાં વાઈકર દંપતીએ જણાવ્યું છે.

દંપતીએ વિશેષમાં જણાવ્યા મુજબ સોમૈયાએ  તેમના વિરુદ્ધ ‘બોગસ’ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બાદમાં ધરપકડ કરાવવા માટે કાયદાકીય માધ્યમ દ્વારા, સોમૈયા અધિકારીઓનો સંપર્ક કરી શકે છે . અને વાયકર વિશે તેમને ગેરમાર્ગે દોરી શકે છે.

ગયા મહિને સોમૈયાએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને વાયકર પર અલીબાગમાં સંપત્તિ ખરીદવા માટે તેમના હોદ્દાનો દુરૂપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો, ત્યારબાદતેઓની  પત્ની રશ્મિ ઠાકરે અને મનીષા વાઇકરના નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કરાઈ હતી. જે સોમૈયાએ કરેલા દાવા મુજબ વાઇકર દંપતીએ વર્ષ 2014 માં આંતરિક ડિઝાઇનર સ્વ,અનવય નાઇક પાસેથી જમીનનો ખાસ પ્લોટ હસ્તગત કર્યો હતો.

વાયકરનો દાવો છે કે, નાઈકની આત્મહત્યાની આસપાસના વર્તમાન વિવાદની વચ્ચે, સોમૈયાએ વાસ્તવિક ગુનેગારોનું ધ્યાન ડાઇવર્ટ કરવા  માટે વાર્તા તૈયાર કરી છે.

સોમૈયાએ ઇરાદાપૂર્વક પોતાને બદનામ કરવાનો કારસો ઘડ્યો છે.તેવા આરોપ સાથે ઉપરોક્ત પિટિશન વાયુકર દંપતી દ્વારા દાખલ કરવામાં આવી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:49 pm IST)