Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

આગ્રા - લખનઉ એકસપ્રેસ વે ઉપર બર્નીંગ બસઃ પ૦ મુસાફરો માંડ બચ્યા

ઇટાવા તા. ૩: બિહારના પૂર્ણીયાથી દિલ્હી જઇ રહેલી ખાનગી સ્લીપર બસમાં સવાર પ૦ થી વધુ યાત્રીઓનાં જીવ ત્યારે પડીકે બંધાયેલ જયારે ઉસરાહાર પાસે એકસપ્રેસ વે ઉપર ભડભડ સળગી હતી. જેથી યાત્રીકોમાં રાડા-રાડી અને ભય પ્રસરી ગયેલ. સળગતી બસ ઘણે સુધી ચાલતી રહેલ ડ્રાઇવરે સમય સુચકતા વાપરી બસને સાઇડમાં ઉભી રાખી દીધી હતી અને તમામ પ્રવાસીઓને નીચે ઉતરેલ. જો કે ત્યારબાદ પોલીસ આવતા ડ્રાયવર-કલીનર ફરાર થયેલ.

(3:02 pm IST)