Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

બ્રિટનમાં ૯ એપ્રિલથી પાકિસ્તાન સહિત ૪ દેશોના લોકોને જવા પર પ્રતિબંધ

લંડન : બ્રિટનની સરકારે કોરોના વાયરસના નવા સ્વરૂપના -કોપની વચ્ચે પોતાની યાત્રા પ્રતિબંધના લિસ્ટમાં ૪ દેશો બાંગ્લાદેશ, કેન્યા, પાકિસ્તાન અને ફિલિપિનને સામેલ કર્યા છે. પરિવહન વિભાગે કહ્યું કે બ્રિટનમાં હાલમાં પાબંધી નથી પણ ૯ એપ્રિલથી નિયમો લાગૂ થઈ રહ્યા છે. યાત્રા પ્રતિબંધની શરત અનુસાર છેલ્લા ૧૦ દિવસમાં આ દેશોથી રવાના થયેલા કે પછી આ દેશોની યાત્રા કરનારા આંતરરાષ્ટ્રિય મુસાફરોને ઈંગ્લેન્ડમાં પ્રવેશ અપાશે નહીં.  બ્રિટન અને આર્યલેન્ડના નાગરિક તથા બ્રિટનમાં નિવાસનો અધિકાર ધરાવનારા લોકો પ્રવેશ કરી શકે છે. પરંતુ તેઓને ૧૦ દિવસ સુધી સરકારે નક્કી કરેલી હોટલમાં પોતાના ખર્ચે આઈસોલેશનમાં રહેવું પડશે. બ્રિટનની યાત્રા પાબંધીની સૂચિમાં કુલ ૩૯ દેશના નામ છે. તેમાં બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા પણ સામેલ છે. જ્યાં વાયરસના ૨ નવા સ્વરૂપનો ખ્યાલ આવ્યો છે.

(3:03 pm IST)