Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

કોરોનાના લીધે આયોજન સ્થળ નહીં બદલે BCCI : શેડ્યૂલ મુજબ અગાઉથી નિર્ધારિત શહેરોમાં મેચ રમાશે

IPLની મેચ માટે શેડ્યૂલ ગોઠવાઈ ગયું : મુંબઈથી મેચ શિફ્ટ કરવામાં હવે મોડુ થઈ ગયું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પષ્ટ કરી દીધું હતું કે કોરોનાના કેટલા પણ કેસ આવે છે, મેચના આયોજન માટેના સ્થળોમાં બદલાવ કરવામાં આવશે નહીં

છેલ્લા કેટલાક દિવસોથી, આઈપીએલ રમનારા ઘણા ખેલાડીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. BCCI ના જણાવ્યા અનુસાર, તેમના શેડ્યૂલ મુજબ અગાઉથી નિર્ધારિત શહેરોમાં મેચ રમાશે

ગયા વર્ષની જેમ આ વખતે પણ મુંબઇમાં કોરોના સંક્રમણનું વધવું એ ચિંતાજનક છે અને દરરોજ હજારો નવા કેસ કોવિડ -19 કેસ આવી રહ્યા છે.

આજે પણ રેકોર્ડ બ્રેક 9090 કેસ નોંધાતા તંત્ર સાબદું બની ગયું છે, તાજેતરમાં દિલ્હી કેપિટલ્સના ખેલાડી અક્ષર પટેલનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તેના સિવાય વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમના 10 ગ્રાઉન્ડમેન અને BCCI આઈપીએલની આયોજક ટીમના સાત સભ્યોને પણ કોરોના સંક્રમણ થયું છે.

આઈપીએલની બીજી મેચ 10 એપ્રિલે મુંબઇમાં રમાશે. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હશે. મુંબઈમાં કોરોના વધતા જતા કેસો હોવા છતાં, BCCI એ કહ્યું છે કે કેટલા પણ કોરોના કેસ હોય છતાં પણ સ્થળ બદલાશે નહીં. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર BCCI એ હૈદરાબાદને એક વિકલ્પ તરીકે સ્થાન આપ્યું છે.

 

BCCI ના એક વરિષ્ઠ અધિકારીએ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, મુંબઈથી મેચ શિફ્ટ કરવામાં મોડુ થઈ ગયું છે, આયોજક ટીમના લોકો એક અલગ બાયો બબલમાં છે, જ્યારે તમામ ખેલાડીઓ બાય બબલમાં રાખવામાં આવ્યા છે, હૈદરાબાદ બીજા સ્થાને છે. "ત્યાં એક વિકલ્પ છે પરંતુ હવે એક અઠવાડિયામાં સ્થળને બદલવું એકદમ મુશ્કેલ છે.

તે જ સમયે, દિલ્હી કેપિટિલે તેમના નિવેદનમાં કહ્યું છે કે, 28 માર્ચે અક્ષર પટેલની કોરોના ટેસ્ટ રિપોર્ટ હોટલમાં નેગેટિવમાં આવ્યો હતો, પરંતુ તેમનો બીજો કોવિડ -19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તેને આઇસોલેટ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબી ટીમે તેની દેખરેખ રાખી હતી

(12:01 am IST)