Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

હવે મોબાઈલની રીંગ આવતા જ ગભરાઈ જાય છે લોકો

નવી દિલ્હીઃ કોરોનાની બીજી ત્યાં સુધી લહેર જીવલેણ સાબિત થઇ રહી છે, મોબાઈલની રીંગ વાગવાથી પણ લોકોને અનઘટીત ઘટના ઘટવાનો ડર લાગી રહ્યો છે, જાણે અચાનક કોઈના મોતના સમાચાર માટે ફોન આવ્યો હશે, કોરોનાને કારણે મોતના અંકડામાં સતત વધારો થઈ રહ્યો હોય લોકોમાં ડર વ્યાપી ગયો છે.

કોરોનાની બીજી લહેર એટલી ઘાતક બની ગઈ છે કે ફોનની રીંગ વાગતા લોકોના મનમાં કઈ બનાવ બન્યો હોઈ તેવી શંકા મનમાં સતાવે છે,  ના જાણે કોનું મોત ની અચાનક માહિતી મળશે.  છેલ્લા ૪૮ કલાકમાં ઇચાગઢના પૂર્વ વિધાયક અખિન્દસિંહ ઉર્ફ મલખાન સિંહના નાનાભાઈ પ્રવીણ સિંહ સહીત ૫૦ લોકએ પોતાના જીવ ગુમાવ્યા છે, અને એક હજાર પોઝીટીવ કેશ સામે આવ્યા, તેમજ ૭૫૪ લોકો સજા થઈને ઘરે પરત ફર્યા છે.

(4:09 pm IST)