Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

' આ બાંગલાદેશ છે ' : ચાલુ કારે કેબિનેટ મિનિસ્ટરનો મોબાઈલ ગઠીઓ ઝૂંટવી ગયો : મિનિસ્ટરના રક્ષકો પકડે ત્યાર પહેલા છનનન ... થઇ ગયો : ટ્રાફિક વચ્ચે મિનિસ્ટર મોબાઈલ જોવામાં મશગુલ હતા : કારની વિન્ડો ખુલ્લી હોવાથી ગઠીઓ મોબાઈલ ઝૂંટવી જવામાં સફળ નીવડ્યો

ઢાકા : બાંગલાદેશમાં સામાન્ય માણસ નહીં પણ ખુદ કેબિનેટ મિનિસ્ટર એમ.એ.મન્નાનનો મોબાઈલ કોઈ ગઠીઓ ઝૂંટવી જવામાં સફળ નીવડ્યો હતો. ટ્રાફિક વચ્ચે ચાલુ કારે મોબાઈલ જોવામાં મિનિસ્ટર મશગુલ હતા . કારની વિન્ડો ખુલ્લી હોવાથી  મિનિસ્ટરના હાથ ઉપર ઝપટ મારી મોબાઈલ છીનવી લઇ ગઠીઓ છનનન ... થઇ ગયો હતો. મિનિસ્ટરના રક્ષકો તેને  પકડવા પાછળ દોડ્યા હતા.પરંતુ ગઠીઓ ભાગી છૂટવામાં સફળ નીવડ્યો હતો .

રવિવારે બનેલી ઘટનાની જાણ ખુદ મિનિસ્ટરે પત્રકાર પરિષદમાં કરી હતી.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:07 pm IST)