Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

પુડ્ડુચેરી મા ભાજપ ને ફટકો પડે તેવી શક્યતા, મુખ્યમંત્રી રંગાસ્વામી ભાજપને કોરાણે મૂકવાની ફિરાકમાં , સીએમ બનતા જ બદલ્યો રંગ

રંગાસ્વામીએ ચૂંટણી પહેલાં ભાજપને નાયબ મુખ્યમંત્રીપદ આપવાનું વચન આપેલું પણ હવે એ ફરી ગયા છે. રંગાસ્વામીએ મુખ્યમંત્રીપદના શપથ લીધા એ વાતને એક મહિનો થવામાં છે પણ રંગાસ્વામી પ્રધાનોની શપથવિધી અંગે કશું કરતા જ નથી તેથી ભાજપની અકળામણ વધતી જાય છે.


રંગાસ્વામીને ભાજપ તેને ઉથલાવીને ગાદી પર કબજો કરશે તેવો ડર ! સૂત્રોનું કહેવું છે કે, રંગાસ્વામીને ભવિષ્યમાં ભાજપને કોરાણે મૂકીને કોંગ્રેસ ,ડીએમકે અને અપક્ષો સાથે જોડાણની ફિરાકમાં છે.

(12:00 am IST)