Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

જમ્મુ-કાશ્મીરમાં ડોર ટુ ડોર રસીકરણનો અભિયાન : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1718 કેસો નોંધાયા: 24 લોકોના મોત

જમ્મુમાંથી 585 અને કાશ્મીરમાંથી1133 કેસો : સાજા થનારાઓની સંખ્યા 3391 થઇ

શ્રીનગર : કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે દરેક રાજ્યમાં કોરોનાની સ્થિતિનું મૂલ્યાંકન થઇ રહ્યું છે.હાલ કોરોનાની ગતિ મંદ પડી રહી છે કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર ઘટોડો જોવા મળી રહ્યો છે.જમ્મુ કાશ્મીરમાં પણ કોરોનાની લહેરે તાંડવ મચાવ્યો હતો પરતું હવે કોરોના ધીમો પડ્યો છે  જમ્મુ કાશ્મીમાં પણ નવા કોસોની સરખામણીમાં રિકવરીના કેસો બે ગણા થયાં છે. જે સારી વાત છે. જમ્મુ કાશ્મીરમાં હાલ કોરોના મામલે સારી સ્થિતિ જોવા મળી રહી છે.અને ડોર ડુ ડોર રસી લગાવવાનો અભિયાન ચાલી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમણના 1718 કેસો સામે આવ્યા છે. અને 24 લોકોના કોરોનાથી મોત થયાં છે. જમ્મુમાંથી 585 અને કાશ્મીરમાંથી1133 કેસો સામે આવ્યા છે. અને કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યા 3391 થઇ છે. એક્ટિવ કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે. હાલ 31579 કેસો છે.

(12:46 am IST)