Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા 1.33.953 કેસ નોંધાયા : વધુ 2.11.750 દર્દીઓ રિકવર થયા : વધુ 2897 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3. 38.013 થયો :એક્ટિવ કેસ ઘટીને 17.08.876 થયા :કુલ કેસની સંખ્યા 2.84 કરોડને પાર પહોંચી

સૌથી વધુ તામિલનાડુમાં 25.317 કેસ, કેરળમાં 19.661 કેસ,કર્ણાટકમાં 16,387 કેસ,મહારાષ્ટ્રમાં 15,169 કેસ, આંધ્રપ્રદેશમાં 12.768 કેસ,પશ્ચિમ બંગાળમાં 8923 કેસ,ઓરિસ્સામાં 8399 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  

દેશમાં કોરોનાનાં નવા 1.33.953 કેસ નોંધાયા છે. જ્યારે 2.11.750 દર્દીઓ રિકવર થયા છે  . દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 1.33.953 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2897 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,38.013 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.33.953 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,84.40.988 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 17.08.876 થઇ છે છેલ્લા 24 કલાકમાં 2.11.750 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ  2,63.82.897 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 25.317 કેસ, કેરળમાં 19.661 કેસ,કર્ણાટકમાં 16,387 કેસ,મહારાષ્ટ્રમાં 15,169 કેસ, આંધ્રપ્રદેશમાં 12.768 કેસ,પશ્ચિમ બંગાળમાં 8923 કેસ,ઓરિસ્સામાં 8399 કેસ નોંધાયા છે

(1:04 am IST)