Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

કોરોનામાં આંશિક રાહત

૨૪ કલાકમાં ૧,૩૪,૧૫૪ નવા કેસઃ ૨,૮૮૭ દર્દીના મોત

ભારતમાં હાલ કોરોનાનો રિકવરી રેટ ૯૨.૮ ટકા, ૧૮ લાખથી ઓછા એક્‍ટિવ કેસ

નવી દિલ્‍હી, તા.૩: દેશમાં એક તરફ કોરોના સામે લડવા રસીકરણ અભિયાન ફરીથી વેગ પકડી રહ્યું છે તો બીજી તરફ સંક્રમણના કેસો અને મૃત્‍યુ પામતા દર્દીઓના આંકડાઓમાં પણ નોંધપાત્ર દ્યટાડો નોંધાઈ રહ્યો છે. દર્દીઓની સાજા થવાની સંખ્‍યામાં વધારો થતાં એક્‍ટિવ કેસો ૧૮ લાખની અંદર આવી ગયા છે. દેશમાં રિકવરી રેટ હાલમાં ૯૨.૮ ટકા છે.

 ગુરુવારે કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧,૩૪,૧૫૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૨,૮૮૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્‍યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્‍યા વધીને ૨,૮૪,૪૧,૯૮૬ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૨,૧૦,૪૩,૬૯૩ લોકોને કોરોના વેક્‍સીનના ડોઝ આપવામાં આવ્‍યા છે

 કોવિડ-૧૯દ્ગક મહામારી સામે લડીને ૨ કરોડ ૬૩ લાખ ૯૦ હજાર ૫૮૪ લોકો સાજા પણ થઇ ચૂક્‍યા છે. ૨૪ કલાકમાં ૨,૧૧,૪૯૯ દર્દીઓને ડિસ્‍ચાર્જ કરવામાં આવ્‍યા છે. હાલમાં ૧૭,૧૩,૪૧૩ એક્‍ટિવ કેસ છે. બીજી તરફ, અત્‍યાર સુધીમાં કુલ ૩,૩૭,૯૮૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે

 નોંધનીય છે કે, ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરુવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨ જૂન સુધીમાં ભારતમાં કુલ ૩૫,૩૭,૮૨,૬૪૮ કોરોના સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે. નોંધનીય છે કે બુધવારના ૨૪ કલાકમાં ૨૧,૫૯,૮૭૩ સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે.

 ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૩૩૩ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. ત્‍યારે કોરોના કારણે ૧૮ દર્દીઓના મોત નીપજયા હતા. આ ઉપરાંત રાજયમાં સાજા થવાનો રિકવરી રેટ ૯૫.૫૫ ટકા થયો છે. બુધવાર સુધીમાંકુલ ૪,૦૯૮ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે.

(11:12 am IST)