Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

જયાંથી સૌપ્રથમ ફેલાયો હતો તે જ દેશોમાંથી ફરી ફેલાઈ શકે છે નવો કોરોના વાયરસ : ચિંતા વધી

કેલિફોર્નિયા યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ મિલાન અને ન્‍યૂઝીલેન્‍ડની યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્‍યું કે ચીન, જાપાન અને ઈટાલીમાંથી નવો કોરોના વાયરસ ફેલાઈ શકે છે : ઈટાલી, ન્‍યૂઝીલેન્‍ડ, કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોનો સ્‍ટડીઃ ચીન,ઈટાલી, જાપાન, ભારત, થાઈલેન્‍ડમાં નવો કોરોના વાયરસ ફેલાઈ શકે છે : હોર્સશુ ચામાચીડિયા મનુષ્‍યોમા કોરોના વાયરસ ફેલાવી શકે છે

નવી દિલ્‍હી,તા. ૩: સંશોધકોએ જણાવ્‍યું કે હોર્સશુ ચામાચીડિયામાં મળતા વાયરસ સીધા અથવા તો પેન્‍ગોલિન જેવા પ્રાણી દ્વારા માણસોમાં ફેલાઈ શકે છે. આ ચામાચીડિયામાં ઘણા પ્રકારના વાયરસ રહે છે, ખાસ કરીને  COVID-2 અને SARS પેદા કરનાર વાયરસ. નવી સ્‍ટડીમાં રિમોટ સેન્‍સિંગની મદદથી એવા વિસ્‍તારોની ઓળખ કરાઈ છે જયાં ચામાચીડિયાનો વાસ રહેતો હોય છે.

મિ યુરોપથી માંડીને દક્ષિણપૂર્વ એશિયા સુધી ક્ષીણ થઈ રહેલા જંગલો, માનવ વસાહત અને ખેતીલાયક વિસ્‍તારોને પણ ધ્‍યાનમાં લેવાયા જયાં ચામાચીડિયા રહેતા હોય છે. ચામાચીડિયામાંથી મનુષ્‍યોમાં વાયરસ ફેલાઈ શકે છે તેવું સંશોધકોએ તારણ આપ્‍યું.

એનાલિસિસમાં સંશોધકોને માલૂમ પડ્‍યું કે જમીનના ઉપયોગમાં ફેરફારને કારણે આમાંના કેટલાક વિસ્‍તારો હોટસ્‍પોટ પણ બની શકે છે.

સ્‍ટડીના સહ રિસર્ચર પ્રોફેસર પાઓલો ડિ ઓડોરિકાએ જણાવ્‍યું કે જમીનના ઉપયોગમાં ફેરફાર થવાને કારણે લોકોના આરોગ્‍ય પર અસર પડે છે કારણ કે આપણે પર્યાવરણને બદલી રહ્યાં છીએ અને ઝુનોટિક વાયરસથી પેદા થનારી બીમારીઓની નજીક પહોંચી રહ્યાં છીએ. આમાના ઘણા હોટસ્‍પોટ ચીનમાં છે જયાં માંસની માગમાં વધારો થયો છે તેને કારણે મોટા પાયે પ્રાણીઓને ઉછેરવામાં આવી રહ્યાં છે. આટલી મોટી સંખ્‍યામાં પ્રાણીઓના એકીસાથે રહેવાને કારણે કોઈ મહામારી ઝડપ ગતિએ ફેલાવાની સંભાવના વધી જાય છે. ભારત, ચીન અને થાઈલેન્‍ડમાં પણ પ્રાણીઓની સંખ્‍યા વધવાને કારણે આવું થઈ શકે છે.

મિલાન યુનિવર્સિટીના પ્રોફેસર મારિયા ક્રિસ્‍ટીનાને એવી આશા વ્‍યક્‍ત કરી કે હવે પછીની મહામારીને ફેલાતી અટકાવવા સમયસર જરૂરી પગલાં ભરવા માટે આ સ્‍ટડી કામમાં લાગશે. મનુષ્‍યોના પ્રાણીઓના કુદરતી નિવાસસ્‍થાનમાં જવાને કારણે પણ આવી બીમારીઓનો ખતરો વધી શકે છે.

(11:13 am IST)