Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

એક અભ્યાસમાં કરાયો દાવો

કોરોનાના નવા હોટસ્પોટ હશે ચીન અને દક્ષિણપૂર્વ એશીયા

બેર્જીંગ, તા. ૩ :  દુનિયાના વિકસીત દેશો જયાં જરૂરી સંસાધનોની કોઇ કમી નથી ત્યાં પણ કોરોનાએ કાળો કેર વરસાવ્યો છે. આ મહામારીએ ઉદ્યોગ ધંધાથી માંડીને નોકરીઓને પણ અસર કરી છે. આ જ કારણે કોરોનાએ વૈશ્વિક અર્થ વ્યવસ્થાને પણ બહુ અસર કરી છે. હવે કોરોના અંગેના એક નવા અભ્યાસમાં અત્યંત ચોંકાવનારી વાત સામે આવી છે.

અભયાસ અનુસાર, ચીન, જાપાન, ફીલીપીન્સ અને થાઇલેન્ડમાં કોરોના વાયરસ ચામાચીડીયા માટે અનુકુળ હોટ સ્પોટમાં ફેરવાઇ શકે છે. યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા, બર્કલે, પોલીટેકનીક યુનિવર્સિટી ઓફ મિલાન અને ન્યુઝીલેન્ડની મેસી યુનિવર્સિટીના રીસર્ચરોની એક ટીમ અનુસાર, આ ઉપરાંત જાપાનના કેટલાક ભાગો, ઉત્તર ફીલીપીન્સ અને ચીનના શાંધાઇના દક્ષિણમાં પણ જંગલો કપાવવાના લીધે હોટ સ્પોટ બનવાનું જોખમ છે, જયારે ઇન્ડોચાઇના અને થાઇલેન્ડના કેટલાક ભાગોમાં પશુધન ઉત્પાદનમાં વૃધ્ધિની સાથે સંક્રમણ હોટ સ્પોટમાં ફેરવાઇ શકે છે.

નેચર ફૂડ નામના મેગેઝીનમાં પ્રકાશિત આ અભ્યાસ જણાવે છે કે વૈશ્વિક ભૂમિ ઉપયોગ પરિવર્તનના કારણે આવું થયું છે, જેમાં વન વિખંડન, કૃષિ વિસ્તાર અને પશુધન કેન્દ્રીત ઉત્પાદન સામેલ છે.

(11:40 am IST)