Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

મહારાષ્ટ્ર સરકારની અનોખી પહેલ

પોતાનું 'ગામડુ બનાવો કોરોના મુકત' અને જીતો ૫૦ લાખ રૂપિયા

મુંબઇ,તા. ૩: દેશ હજી પણ કોરોના વાયરસ સામે જજૂમી રહ્યો છે. આ વખતે ગામડામાં પણ કોરોનાએ દેખા દીધી છે અને મોટા પાયે ગામડામાં સંક્રમણ ફેલાયું છે. હવે મહારાષ્ટ્ર સરકારે ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-૧૯ના ફેલાતો અટકાવવા માટેના પગલા લેવા પ્રેરિત કરવાના હેતુથી 'કોરોના મુકત ગામ' સ્પર્ધાની જાહેરાત કરી છે. થોડાંઘણાં નહીં પણ આ સ્પર્ધા જીતનારને ૫૦ લાખ રૂપિયા આપવામાં આવશે.

મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ આ સંક્રમણને ફેલાતો અટકાવવા માટે કેટલાક ગામડા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની તાજેતરમાં પ્રશંસા કરી અને શ્નમારું ગામ કોરોના મુકતશ્ન પહેલની જાહેરાત કરી. રાજયના ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશરિફે એક નિવેદનમાં કહ્યું કે, 'કોરોના મુકત ગામ' સ્પર્ધા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી પહેલનો જ ભાગ છે.

આ સ્પર્ધા હેઠળ દરેક રાજસ્વ મંડળમાં કોવિડ-૧૯થી લડવા માટે સારા કામ કરનારી ત્રણ ગ્રામપંચાયતોને ઇનામ આપવામાં આવશે. મંત્રીએ જણાવ્યું કે પ્રથમ પુરસ્કાર હેઠળ ૫૦ લાખ રૂપિયા આપવામાં આવશે, બીજા વિજેતાને ૨૫ લાખ અને ત્રીજા વિજેતાને ૧૫ લાખ રૂપિયા આપવામાં આવશે.

તેમણે કહ્યું કે રાજયમાં છ રાજસ્વ મંડળ છે તેથી કુલ ૧૮ પુરસ્કાર હશે. ઇનામની કુલ રકમ ૫.૪ કરોડ રૂપિયા છે. મંત્રીએ જણાવ્યું કે સ્પર્ધામાં જીતનાર ગામડાઓને પ્રોત્સાહન તરીકે ઇનામી રકમ જેટલી જ બીજી રકમ આપવામાં આવશે અને તેનો ઉપયોગ આ ગામડાઓમાં વિકાસ કાર્યો માટે કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ કોમ્પિટીશનમાં ભાગ લેના ાર ગામડાઓને ૨૨ માનદંડ પર ચકાસવામાં આવશે. તેનો નિર્ણય કરવા માટે એખ સમિતિ બનાવવામાં આવશે.

ઠાકરેએ રવિવારે એક વર્ચ્યુઅલ સંબોધનમાં મહારાષ્ટ્રના સૌથી યુવાન સરપંચ ઋતુરાજ દેશમુખ (૨૧) અને તેમના કાર્યદળની સોલાપુર જિલ્લામાં પોતાના ઘાટણે ગામને કોરોના વાયરસથી મુકત રાખવા માટે વખાણ કર્યા હતા.

(11:46 am IST)