Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

''ખાસ'' પાણી પીવા ભીડ ઉમટીઃ કોરોના ન થવાની અંધશ્રધ્ધા

રાજગઢ : મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લા મુખ્યાલયથી ૧૮ કિ.મી. દુર ચાટુખેડા ગામમાં અંધવિશ્વાસ સાથે જોડાયેલ એક વીડીયો વાયરલ થયેલ. વિડીયોમાં એક દેવ સ્થળ સામે બે મહિલાઓના હાથમાં આવેલ ''ખાસ'' પાણી લોકો પીશે તો તેમને કોરોના નહીં થાય ખબર ફેલાતા હજારો લોકો ત્યાં આવવા લાગ્યા હતા. દેવ સ્થળની સામેથી પસાર થતા લોકો ઉપર પાણીનો છટકાવ કરાતો હતો તો પાણી પણ પીવડાવાતુ હતુ. પાણી પીધા બાદ ગ્રામજનોએ માસ્ક લગાડવાનું પણ બંધ કરી દીધુ હતું જો કે પટવારીએ પોતાના રિપોર્ટમાં આને પૂનમની ઘટના ગણાવી હતી. પોલીસ તંત્રએ ૪ આયોજકો ઉપર કોરોના ગાઇડલાઇન ઉલ્લંઘન અંગેનો કેસ નોંધેલ.

(11:48 am IST)