Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

દેશમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચે વિવાદ ઉકેલવા રેન્ટ કોર્ટ કે ટ્રીબ્યુનલની સ્થાપના કરાશે

મોદી સરકારની કેબિનેટની બેઠકમાં મોડલ ભાડુઆત કાયદાને મંજૂરી

નવી દિલ્હી તા. ૩ : મોદી સરકારની કેબિનેટ પ્રોપર્ટીના માલિકો અને ભાડુઆતો માટે મહત્વના કાયદાને મંજૂરી આપી છે. વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં મોડલ ભાડુઆત કાયદાને મંજૂરી આપવામાં આવી. હવે આ કાયદાનો મુસદ્દો રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવશે. જેને નવો કાયદો બનાવી કે વર્તમાન કાયદામાં સુધારો કરી અમલમાં લાવી શકાશે.

મોડેલ ભાડુઆત કાયદાની જોગવાઇ મુજબ રાજયોમાં આ અંગેની ઓથોરિટી રચવા અને સંપત્ત્િ। અંગેના સમાધાન માટે રેન્ટ કોર્ટ તેમજ રેન્ટ ટ્રિબ્યુનલ બનાવી શકશે. આ કાયદા અંગે સરકારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે મોડેલ ભાડુઆત કાયદાથી દેશભરમાં પ્રોપર્ટી ભાડે આપવા અંગેના કાયદાકીય માળખાને સુધારવામાં મદદ મળશે. જેનાથી આ ક્ષેત્રમાં વિકાસનો માર્ગ મોકળો થશે.

આ કાયદાને લાગુ કરવાનો અધિકાર રાજયો પાસે હશે. નવો કાયદો લાગુ થયા બાદ મકાન માલિકની સાથે-સાથે ભાડુઆતને પણ ઘણા અધિકાર મળશે. જો મકાન કે પ્રોપર્ટી અંગે માલિક અને ભાડુઆત વચ્ચે વિવાદ થશે તો, તો તેના ઉકેલ માટે બંનેને અધિકાર મળશે. ગેરકાયદેસર સંપત્તિ જપ્ત થઇ શકશે નહીં. મકાન માલિક ભાડુઆતને પરેશાન કરવા ગમે ત્યારે મકાન ખાલી કરવા દબાણ કરી શકશે નહીં. આ અંગે કાયદામાં જરૂરી જોગવાઇઓ ઉમેરવામાં આવશે.

ભાડુઆત કાયદાનો હેતુમાં દેશમાં એક વિવિધતાપૂર્ણ, ટકાઉ અને સમાવિષ્ટ ભાડા માટે રહેણાક માર્કેટના સર્જન કરવાનું છે. વયજૂથના લોકો માટે પુરતી સંખ્યામાં ભાડાના મકાનોના એકમો બાંધવામાં મદદ મળશે.ઘર વિનાના લોકોની સમસ્યાનો ઉકેલ આવશે.નવા કાયદાથી ખાલી પડેલા ઘરોને ભાડા પર મૂકી શકાશે.

સરકારને એવી આશા છે કે આ કાયદાથી દેશમાં ભાડુઆત બજારને બિઝનેસ રૂપે વિકિસત કરવામાં ખાનગી હિસ્સેદારી વધશે. જેથી રહેણાકના મકાનોની ભારે અછત દૂર થઇ શકે. તેનાથી રહેણાક ભાડુઆતી વ્યવસ્થાને સંસ્થાગત રૂપ આપવામાં પણ મદદ મળશે.

(11:49 am IST)