Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રસી બજેટના 3500 કરોડ રુપિયા ક્યાં ખર્ચ કર્યા ? પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકારને સવાલ

અંધેર વેક્સિન નીતિ, ચોપટ રાજા.: એક દેશમાં રસીના 3 ભાવ અત્યાર સુધી ફક્ત 3.4 ટકા વસ્તીનું કુલ રસીકરણ

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં ચાલતા રસીકરણ અભિયાનને લઈને અનેકવાર કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે ટ્વીટર પર સરકારને સવાલ પૂછ્યો કે રસી બજેટના 3500 કરોડ રુપિયા ક્યાં ખર્ચ કર્યા છે. પ્રિયંકા ગાંધી રસીકરણના આંકડાને લઈને છેલ્લા કેટલાક દિવસથી સતત સરકારને સવાલ કરી રહ્યા છે

પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર લખ્યુ, મે મહિનામાં રસીના ઉત્પાદનની ક્ષમતા -8.5 કરોડ, રસી ઉત્પાદન થયુ 7.94 કરોડ અને રસી લાગી 6.1 કરોડ, જૂનમાં સરકારી દાવો છે કે 12 કરોડ રસી આવશે. ક્યાંથી? શું બન્ને રસી કંપનીઓના ઉત્પાદનમાં 40 ટકાનો વધારો થઈ જશે? રસીના બજેટના 35 હજાર કરોડ ક્યાં ખર્ચ કર્યા? અંધેર વેક્સિન નીતિ, ચોપટ રાજા.'

આ પહેલા બુધવારે પણ તેમણે યૂનિવર્સલ રસીકરણની માંગ કરતા ફેસબુક પર લખ્યું હતુ કે આજે દેશમાં રોજ સરેરાશ 19 લાખ લોકોને રસી લાગી શકી છે. કેન્દ્ર સરકારની ડામાડોળ રસી નીતિએ રસીકરણને અધર તાલ છોડી દીધું છે. કોંગ્રેસે બુધવારે મફત રસીની માંગ કરતા સોશિયલ મીડિયા પર 'સ્પીક અપ ફોર ફ્રી યુનિવર્સલ રસીકરણ' હૈશટેગ અભિયાન ચલાવ્યુ છે.

પ્રિયંકાએ દાવો કર્યો છે કે ભારતના લોકોને આશા છે કે સૌના માટે મફત રસીકરણ નીતિ બનશે. પરંતુ કેન્દ્ર સરકારે શું આપ્યુ? રસીકરણ સેન્ટર પર તાળા, એક દેશમાં રસીના 3 ભાવ અત્યાર સુધી ફક્ત 3.4 ટકા વસ્તીનું કુલ રસીકરણ, જવાબદારીનો ત્યાગ કરી ભારણ રાજ્યોના માથે નાંખ્યું, દિશાહીન રસી નીતિ. તેમણે કહ્યું કે જો ડિસેમ્બર 2021 સુધી દરેક ભારતીય રસીકરણ કરવા ઈચ્છીએ છીએ તો આપણે પ્રતિદિન 70-80 લાખ લોકોને રસી લગાવવી પડશે. પરંતુ મે મહિનામાં સરેરાશ 19 લાખ લોકોને રસી લાગશે

(12:16 pm IST)