Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

પટના AIIMS ખાતે બાળકો પર વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ શરુ કરાયું :28 દિવસ બાદ બીજો ડોઝ અપાશે

108 બાળકોએ સ્વૈચ્છિક નોંધણી કરાવી:15 બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ હાથ ધરાયુ અને માત્ર ત્રણ જ ટ્રાયલને લાયક મળ્યાં

પટના : દેશમાં બાળકો પર કોરોનાની રસીને પટના AIIMS ખાતે બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ત્રણ બાળકોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. હાલમાં ત્રણેય બાળકો સ્વસ્થ છે

પટના AIIMSને કુલ 80 બાળકો પર રસીની ટ્રાયલનો લક્ષ્‍યાંક આપવામાં આવ્યો છે. ત્રણેય બાળકોની ઉંમર 12 થી 18 વર્ષની વય જૂથમાં છે અને તે પટનાના રહેવાસી છે. ત્રણેય સ્વસ્થ છે. કોઈની ઉપર કોઈ આડઅસર જોવા મળી નથી. હોસ્પિટલે ત્રણેય બાળકોના માતા-પિતાને ડાયરી આપી છે અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવા જણાવ્યું છે.

108 બાળકોએ સ્વૈચ્છિક નોંધણી કરાવી છે. આમાંથી, 15 બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ હાથ ધરવામાં આવી હતી અને ફક્ત ત્રણ જ ટ્રાયલને લાયક મળ્યાં હતાં. આ ત્રણેય બાળકોને 28 દિવસના અંતર પછી બીજો ડોઝ આપવામાં આવશે. એકવાર તેમના રસીકરણ પૂર્ણ થયા પછી બાળકોને રસીની કોઈપણ આડઅસર માટે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. પટણા એઇમ્સે તેમની ઉંમરના આધારે ટ્રાયલ માટે બાળકોને ત્રણ જૂથોમાં વહેંચ્યા છે.

(12:23 pm IST)