Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

જોનસન એન્ડ જોનસને ૧૪૫૦૦ કરોડનું વળતર ચૂકવવું પડશે

બેબી અને ટેલ્કમ પાઉડરથી મહિલાઓને થયેલા કેન્સર માટે કંપનીને અમેરિકન કોર્ટનો આદેશ

વોશિંગટન તા. ૩ : જોનસન એન્ડ જોનસનનાબેબી પાઉડરઅને ટેલ્કમ પાઉડરથી મહિલાઓ માટે કેન્સર માટે કંપનીને ૧૪૫૦૦ કરોડનું વળતર ચૂકવવુંપડશેઅમેરિકાના સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનાઆદેશો પર ફરી સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. કંપનીએવળતર હુકમનાઆદેશ પર ફરી વિચાર કરવા માટે નિવેદન કરવામાં આવ્યું હતું.

આ વળતર હુકમનો આદેશ તેમહિલાને આપવાનો છે.જેને જોનસન એન્ડ જોનસનનાપાવડર તેમજ તેના સંબંધિત ઉત્પાદોનાઉપયોગ બાદથી કેન્સર થયું હતું. કંપનીનું કહેવું હતું કે મિસૌરીનીહાઇકોર્ટમાં સુનાવણી દરમયાનતેને તેમનોપક્ષ રાખવાનો મોકો મળ્યો નથી.

હાઇકોર્ટેપહેલા ૪૦૦ કરોડ ડોલર વળતર નક્કી કર્યું હતું. જોકે હાઇકોર્ટમાં અપીલ બાદ તેને અડધી કરવામાં આવી હતી. જોનસન એન્ડ જોનસન પાઉડરને તેને ઉપયોગ કરતી મહિલાઓ અને બાળકો માટે જીવલેણ માનવામાં આવે છે. કેસ મુજબ, મહિલાઓનું કેન્સરથી મોત થયું હતું.હાલના કેસમાં ૨૨ મહિલાઓએકેસ કર્યો હતો.

આ કેસમાં પીડિત મહિલાઓનાવકીલ માર્ક લેનિયરએ સુપ્રીમ કોર્ટના વલણને સરાહનીય ગણાવ્યું હતું. તેઓએકહ્યું કે કોર્ટનો નિર્ણય સંદેશ આપે છે કે તમે ગમે એટલા આમિર હોય શકિતશાળી હોય જો લોકોને નુકશાનપહોચાડશોતો કાયદા સમક્ષ સમાન મનાતી દેશની વ્યવસ્થા તમનેદોષી ગણાવશે.

જોનસન એન્ડ જોનસન અમેરિકા સુરક્ષિત ગણાવતા રહ્યા. પરંતુ બાદમાં અમેરિકા અને કેનેડામાં ઘટેલી માંગ તેમજ બજારમાં વ્યાપક ખરાબ ધારણાનું કારણ ગણાવિને પાવડરનું વેચાણ બંધ કરી દીધું છે. અમેરિકામાં આવેલબહુરાષ્ટ્રીય કંપની વિરુદ્ઘ આ કેસ દાખલ કરતી ૨૨ મહિલાઓમાંથી પાંચ મિસૌરીનીરહેનાર છે. અને ૧૭ અન્ય રાજયોની. જોનસન એન્ડ જોનસન આખા અમેરિકામાં આ કેસનો સામનો કરી રહી છે. તેના ઉત્પાદનો દ્વારા ગર્ભાશયનું કેન્સર હોવાનો દાવો કરતો મહિલાઓ દ્વારા ૯૦૦૦થી વધુ કેસ નોંધાવ્યા છે.

(1:05 pm IST)