Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

' જય મહાકાલ ' : ઉજ્જૈનના મહાકાલ મંદિર નીચેથી બીજું મંદિર મળી આવ્યું : મંદિરનો વિસ્તાર વધારવા માટે પરિસરમાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન 11 મી અને 12 મી સદીના કેટલાક અવશેષો મળી આવ્યા : પીલોર , મંદિરનો ગુંબજ , પથ્થરથી કોતરવામાં આવેલો રથ , તથા દીવાલો શુંગ કાળના હોવાનું પુરાતત્વ વિભાગનું અનુમાન

ઉજ્જૈન : દેશના 12 જ્યોતિર્લિંગ માંહેના એક ઉજ્જૈનના મહાકાલ મંદિર નીચેથી બીજું મંદિર મળી આવ્યું છે. મંદિરનો વિસ્તાર વધારવા માટે પરિસરમાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન 11 મી અને 12 મી સદીના કેટલાક અવશેષો મળી આવ્યા છે. જેમાં પીલોર , મંદિરનો ગુંબજ ,  પથ્થરથી કોતરવામાં આવેલો રથ , તથા દીવાલો સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. જે શુંગ કાળના હોવાનું પુરાતત્વ વિભાગનું અનુમાન
છે.

ભોપાલથી આવેલી 4 પુરાતત્વવિદોની ટીમે આ પ્રાચીન વસ્તુઓનું નિરીક્ષણ કરી ઉપરોક્ત તારણ કાઢ્યું છે.જેનો અહેવાલ કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક વિભાગને મોકલવામાં આવશે તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:07 pm IST)