Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆને સુપ્રિમકોર્ટની મોટી રાહત : દેશદ્રોહની એફઆઈઆર રદ

કોર્ટે કહ્યું કે દરેક પત્રકાર કેદારનાથ જજમેન્ટ (1962) હેઠળ રક્ષણ માટે હકદાર છે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શિમલામાં વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ સામે નોંધાયેલી દેશદ્રોહની એફઆઈઆરને રદ કરી છે. દુઆએ કહ્યું હતુ કે, તેમની યુટ્યુબ ચેનલમાં કેન્દ્ર સરકારની ટીકાને કારણે તેમની વિરુદ્ધ કેસ નોંધીને તેમને પરેશાન કરવામાં આવી રહેલ છે.

   કોર્ટે કહ્યું કે દરેક પત્રકાર કેદારનાથ જજમેન્ટ (1962) હેઠળ રક્ષણ માટે હકદાર છે. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રાજદ્રોહની સીમા (124 એ) ની વ્યાખ્યા આપી હતી. જોકે, અદાલતે આ માંગને પણ ફગાવી દીધી છે કે અનુભવી પત્રકારો સામે દેશદ્રોહનો કેસ નોંધાવતા પહેલા વિશેષ સમિતિની મંજૂરી લેવી જોઈએ

 સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે દરેક પત્રકાર સુરક્ષા માટે હકદાર છે. જો કે, જસ્ટિસ લલિત અને ન્યાયમૂર્તિ વિનીત સરનની ખંડપીઠે વિનોદ દુઆની કમિટીની રચનાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી, જેમા એક સમિતિનાં ગઠનની માંગ કરવામાં આવી હતી, જે સુનિશ્ચિત કરશે કે ઓછામાં ઓછા 10 વર્ષનાં અનુભવવાળા પત્રકારો પર દેશદ્રોહનાં આરોપો સીધા દાખલ કરવામાં ન આવે.

 ખંડપીઠે કહ્યું હતું કે, બીજી પ્રાર્થનાનાં સંદર્ભે કોઈ પણ ભરોસો ધારાસભ્યનાં કાર્યક્ષેત્રમાં અતિક્રમણ હશે. હિમાચલ પ્રદેશનાં ભાજપનાં એક સ્થાનિક નેતા દ્વારા તેમના એક યુટ્યુબ પ્રોગ્રામ ઉપર રાજદ્રોહ અને અન્ય ગુનાનાં આરોપમાં પત્રકાર વિનોદ દુઆ સામે નોંધાયેલા એફઆઈઆરને રદ કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે.

(1:10 pm IST)