Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

કેરળ સહિત દક્ષિણના રાજ્યોમાં જોરદાર વરસાદ: સાંજ સુધીમાં નૈઋત્યનું ચોમાસુ બેસી જશે

કેરળ ઉપરાંત પોંડીચેરી, લક્ષદ્રીપ, તામિલનાડુ અને ચેન્નઈમાં જોરદાર વરસાદ: આસામ અણાચલ મેઘાલય નાગાલેન્ડ મણિપુર અને ત્રિપુરામાં પણ વરસાદ વરસ્યો

કેરળ સહિત દક્ષિણના રાજ યોમાં વરસાદનું જોર વધ્યું છે કેરળમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે અને દક્ષિણ અરબી સમુદ્રમાં નૈઋત્યના પવનોએ જોર પકડું છે. કેરળ ઉપરાંત પોંડીચેરી, લક્ષદ્રીપ, તામિલનાડુ અને ચેન્નઈમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે આ ઉપરાંત પૂર્વના રાજ્યોમાં આસામ અણાચલ મેઘાલય નાગાલેન્ડ મણિપુર અને ત્રિપુરા માં પણ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે   

  હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સવારે નવ વાગ્યાની સ્થિતિ મુજબ નૈઋત્યનું ચોમાસુ કેરળમાં બેસવા માટેની સંપૂર્ણપણે અનુકૂળ પરિસ્થિતિ છે અને આજ સાંજ સુધીમાં નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે કેરળમાં બેસી જશે.

(1:18 pm IST)