Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

બરસો રે મેઘા બરસો રે....

કેરળમાં રૂમઝુમ કરતી વર્ષારાણીની પધરામણી

નૈઋત્ય ચોમાસાનું આગમન : રાજ્યમાં ઠેરઠેર વરસાદ

નવી દિલ્હી તા. ૩ : કેરળમાં મોન્સુને દસ્તક દીધી છે. દક્ષિણ - પશ્ચિમ ભાગમાં વરસાદ શરૂ થયો છે. આ પહેલા ચોમાસાએ આંદમાનમાં ૨૧ મેના દસ્તક દીધી હતી. ૨૭ મેના અડધા શ્રીલંકા અને માલદીવને પાર કર્યા બાદ મજબૂત હવાઓના અભાવના કારણે ૭ દિવસ સુધી ચોમાસાની ઉત્તરીય સરહદ કોમોરિન સાગરમાં જ ઠહેરાઈ ગઈ હતી, પરંતુ હવે પરિસ્થિતિઓ અનુકૂળ છે. જો કે આ વખતે ચોમાસુ સમયથી પહેલા ૨ દિવસ મોડું છે.

કેરળમાં છેલ્લા ૪ દિવસથી પ્રી-મોનસૂન વરસાદ થઈ રહ્યો છે. બુધવારના અહીં સેટેલાઇટ ઇમેજમાં દરિયાકિનારાના વિસ્તારો અને તેને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં વાદળ છવાયેલા જોવા મળ્યા.હવામાન વિભાગનું કહેવું છે કે કેરળમાં વરસાદના વિતરણમાં વધારો થયો છે. દક્ષિણ સાગરના નીચેના વિસ્તારોમાં પશ્ચિમી હવાઓ ચાલી રહી છે. મધ્ય પ્રદેશમાં દર વર્ષે ૧૭ જૂન તો ભોપાલમાં ૨૦ જૂનની આસપાસ ચોમાસુ પહોંચે છે. આ વખતે પણ સમયસર ચોમાસુ પહોંચે તેવી અણસાર છે.

હવામાન વિભાગ પ્રમાણે આગામી ત્રણ-ચાર દિવસ ભોપાલ સહિત મધ્ય પ્રદેશમાં કયાંક-કયાંક વરસાદ થઈ શકે છે. આ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં જયપુર સહિત અનેક જિલ્લામાં આ વખતે જૂન મહિનો ઠંડો રહ્યો છે. જયપુરમાં જૂનની શરૂઆતમાં સૌથી ઓછા તાપમાનનો ૨૦ વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. બીજી તરફ હિમાચલના શિમલામાં બુધવાર બપોર બાદ આંધી અને તીવ્ર ગાજવીજ સાથે વરસાદ થયો. હવામાન વિભાગના યલો એલર્ટ વચ્ચે શિમલાથી અડીને આવેલા ઉપરના વિસ્તારોમાં વરસાદની સાથે કરા પડવાથી સફરજન અને અન્ય ફળો તેમજ પાકને નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે શિમલા સહિત અનેક રાજયના મધ્યમ ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારોમાં ૫ જૂન અને ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં ૪ જૂન સુધી હવામાન ખરાબ રહેશે, જયારે મેદાની વિસ્તારોમાં ૮ જૂન સુધી રહેશે.

(3:09 pm IST)