Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

હિરામાં ચમકઃ વેપારીઓની આવકમાં ૨૦ ટકા સુધીનો વધારો

ભારતના પોલીશીંગ હિરાની નિકાસ માટે સારા સંકેતઃ ૭૫ ટકા નિકાસ પહોંચી

મુંબઇઃ ભારતમાં કોરોના મહામારીની પહેલી લહેર બાદ માંગમાં વધારો થતા હીરાની નિકાસ ચાલુ વર્ષમાં ૨૦ અરબ ડોલરને પાર થવાની શકયતા છે. નિકાસથી રાજસ્વ છેલ્લા નાણાકીય વર્ષમાં ૧૬.૪ બીલીયન ડોલર સુધી પહોંચી ગયેલ. લોકડાઉનમાં ૧૨ ટકાનો ઘટાડો નોંધાયેલ.

ક્રિસીલની રિપોર્ટમાં હીરા વેપારીઓની આવક ૨૦ ટકા સુધી વધી છે. અમેરિકા અને ચીનમાં હીરા અને દાગીનાની ખપત વધતા, જે ભારતમાં પોલીશ થયેલ હીરાના નિકાસના ૭૫ ટકા છે. યાત્રા ઉપર પ્રતિબંધ અને આતિથ્ય સમારોહ ઉપર ઓછો ખર્ચ મુખ્યરૂપે હીરાના આભૂષણો સહીત ભેટ આપવાનો ખર્ચ કરવાની સીમિત છે જે ભારત માટે સારા સંકેત છે.

મહામારીએ કાચા હીરાની યાદીના પ્રબંધનમાં પણ સુધાર કર્યો છે. પહેલા રફની કિંમતોમાં પોલીશ કરાયેલ હીરાની તુલનામાં તેજીથી વૃધ્ધી થયેલ, જેથી સ્ટોકમાં વૃધ્ધી થયેલ. ક્રિસલના ડાયરેકટર રાહુલ ગુહાએ જણાવેલ કે નિકાસ વધી રહી છે અને ઓકટોબર-૨૦ પ્રતિ માસ સરેરાશ ૨ બીલીયન ડોલર સુધી થવાની સંભાવના છે. આ નિશ્ચિત કરવા આ દ્વીતીય વર્ષના બીજા કવાટરમાં કેટલાક મોડરેશન થશે.

ત્રીજા કવાટરથી નિકાસ સ્થળોમાં શરૂ થનાર તહેવારની સીઝન રાજસ્વને મહામારીથી પહેલાના સ્તર સુધી વધારી આપશે.

આ વર્ષમાં રાજસ્વથી હીરાની નિકાસમાં ૨૦ ટકા સમાન થશે. બીજી લહેરની શરૂમાં નાના શ્રમ પોલીશીંગ એકમોને ૨૦-૩૦ ટકા શ્રમ પ્રવાસનો સામનો કરવો પડેલ. મોટા લોકોએ કર્મચારીઓને સુરક્ષિત પરિવહન આપી તેને ૧૦ ટકા સુધી સીમીત કરેલ. હાલ પરિચાલન દર ૮૦ ટકાથી વધુ છે.

(3:27 pm IST)