Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ખેતી અને ઘરેલુ કામમાં જંતુનાશકોનો આડેધડ ઉપયોગ

પોઇઝનીંગની બે તૃત્યાંશ ઘટનાઓ માટે જવાબદાર છે જંતુનાશક

ચેન્નાઇઃ દેશમાં ખેતી અને ઘરેલુ ગતિવિધીઓ માટે જંતુનાશકોના થઇ રહેલ આડેધડ ઉપયોગે ચિંતાઓ વધારી દીધી છે. નવા રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે પોઇઝનીંગની ૬૩ ટકા ઘટનાઓમાં મુખ્ય કારણ જંતુનાશક રહયું છે. જાન્યુઆરી ૨૦૧૦થી મે ૨૦૨૦ વચ્ચે કરાયેલ ૧૩૪ અભ્યાસોમાં ૫૦ હજારથી વધારે લોકો જોડાયા હતા.

પોઇઝનીંગના દર ૩માંથી ૨ કેસમાં જંતુનાશકની ભૂમિકા છે જે જાણી જોઇને અથવા અજાણ્તા ઉપયોગ કરાયા હોય છે. ૨૪ મે ૨૦૨૧ના બ્રિટીશ મેડીકલ જર્નલમાં પ્રકાશીત અભ્યાસ અનુસાર વયસ્ક વસ્તીમાં જંતુનાશકના ઝેરનો પ્રસાર ૬૫ ટકા અને બાળકોમાં ૨૨ ટકા હતો.

અભ્યાસ અનુસાર જંતુનાશકોના પોઇઝનીંગનું કારણ ગરીબી, ખેતી અને જંતુનાશકોની સરળ ઉપલબ્ધતા છે. આ અભ્યાસ પછી દેશના જંતુનાશકોના બેરોકટોક ઉપયોગનો મુદો ફરી એકવાર સામે આવ્યો છે. કેમ કે તે માનવ આરોગ્ય માટે એક મોટુ જોખમ બની શકે છે.

(3:28 pm IST)