Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

પેટમાં લાગી હોય આગ, તો કંઇ રીતે કંઠથી નિકળે રાગ

દેશભરમાં કલાકારોને કોરોનાને લીધે આવકની મુશ્કેલી : કળાને સંરક્ષણ આપવા વિશેષ યોજનાની માંગ

બાડમેર : અહીંની ઝુંપડીઓમાં તમને પાસપોર્ટ મળશે. તેમાં નજર નાખશો તો દાંતમાં આંગળી દબાવી દેશો. કોઇ ૪૦ તો કોઇ ૫૦ દેશની મુસાફરી કરી ચૂકયુ છે. યાત્રા પણ જેવી તેવી નહીં પણ અમેરિકાના વ્હાઇટ હાઉસ કે અન્ય દેશોના વડાપ્રધાન-રાષ્ટ્રપતિ અને હસ્તીઓના નિવાસ છેે. ફિલ્મસીટીમાં પણ આ લોકોએ ધુમ મચાવી છે અને દેશના દિગ્ગજ કલાકારો સાથે સંગત પણ કરી છે.

કહેવાય છે કે માંગણીહાર કલાકાર તો માતાના પેટમાંથી જ ગીત-સંગીત શીખીને આવે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર આ કલાકારોને કોવીડે રોજી-રોટી માટે મોહતાજ કરી દીધા છે. યજમાનોને ત્યાં વિવાહ-ઉત્સવ નથી અને કોરોનામાં કયાંય આવવા-જવાનું નથી.  સવારે કમાયેલુ સાંજે ખાધુ અને મન ભરીને ગાવા-વગાડનારની મસ્તમૌલા જીવન જીવતા આ પરિવારો માટે જીવન મુશ્કેલી બન્યુ છે.

બાડમેર-જેસલમેરમાં માંગણીહાર અને લંગા પરિવારોની સંખ્યા હજારોમાં છે. જે ગામે -ગામ વસે છે. યજમાનોને ત્યાં પ્રસંગ તેમના ગુજારાનું સાધન છે. કહેવા માટે તેઓ આંતરરાષ્ટ્રીય કલાકાર છે. પણ આવક એટલા નથી. જેટલાથી પરિવારનું ગુજરાન કરી શકાય. તેવામાં કોરોનાથી માર પડતા મુશ્કેલી વધી છે. આંતરરાષ્ટ્રીય લોક કલાકાર જોગાખાન જણાવે છે કે, સરકાર લોક કલાને સંરક્ષણ માટે વિશેષ યોજના લાગુ કરે. જેથી કલાકારોને રોજગારી ઉપલબ્ધ થઇ શકે. રોશન ખાને જણાવેલ કે લગભગ દોઢ વર્ષથી કાર્યક્રમો સ્થગિત હોવાથી કલાકારોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યા છે. ઉપરાંત અન્ય કલાકાર અકરમે જણાવેલ કે કોરોના ગાઇડ લાઇન મુજબ કામ આવંટીત કરવામાં આવે, જેથી કલાકારોને ટેકો મળી શકે.

બીએસએફના ૧૪૨મી કમાન્ડના કમાન્ડન્ટ રાજ્પાલસિંહે ૨૭ પરિવારોને ૬૦ હજારના રાશનકીટ આપી મદદ કરેલ. તેઓએ જણાવેલ કે આ પરિવારો માટે આખુ પેકેજ મળવું જરૂરી છે. સંગીત દ્વારા આ પરિવારોએ દેશ-દુનિયામાં રાજ્યનું નામ કર્યું છે અને તેઓ હવે રોજી-રોટી માટે મોહતાજ છે.

(3:29 pm IST)