Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ચુંટણી જીતવા માટે વિપક્ષી એકતાઃ નાના નાના પક્ષોને ભેગા કરીને બની શકે છે મોટો મોર્ચો

યુપીમાં મિશન ૨૦૨૨ની તૈયારી

લખનઉં: યુપીમાં આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય શતરંજ બીછાવાઇ રહી છેે. ભાજપા પોતાના સંગઠનને મજબુત કરવાના મંથનમાં લાગ્યો છે તો બીજી તરફ સપા નાના નાના પક્ષો સાથે ગંઠબંધન બનાવવાની રણનીતી બનાવી રહયો છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે અપના દલ એસને એનડીએમાંથી છુટા પડાવીને પોતાની સાથે લાવવામાં લાગી ગયા છે. બસપા પણ પુરી તાકાત સાથે સંગઠનને મજબુત કરી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ હજુ પણ વિચારમાં છે કે પ્રિયંકાગાંધીની છબી અને લોકપ્રિયતાને કેવી રીતે બચાવી રાખવી. એઆઇએમઆઇએમ ચીફ ઓવૈસી અન્ય નવ નાના પક્ષો સાથે ભાગીદારી કરીને સંકલ્પ મોરચો બનાવી યુપી સતા હાંસલ કરવાની કસરત કરી રહયા છે. તો સુભાસપાના નેતા ભૂતપૂર્વ પ્રધાન ઓમપ્રકાશ રાજભરે સપા-બસપા સમક્ષ ગઠબંધનનો વિકલ્પ રાખ્યો છે. જો કે ઓવૈસી અને રાજયમાં જગ્યા શોધી રહેલ આમ આદમી પાર્ટીએ હજુ સુધી પોતાના રાજકીય પતા નથી ખોલ્યા કે તે યુપી વિધાનસભા ચૂંટણીના જંગમાં કોની બાજુ થશે.

(3:33 pm IST)