Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

નીતિ આયોગનું SDG રેન્કીંગ

વિકાસના મામલે કેરળ ટોપ ઉપરઃ બિહાર તળિયે

કેરળ બાદ બીજા સ્થાને હિમાચલ-તામિલનાડુઃ ત્રીજા સ્થાને આંધ્ર, ગોવા, કર્ણાટક, ઉત્તરાખંડ, ચોથા ક્રમે સિકકીમઃ પાંચમા ક્રમે મહારાષ્ટ્ર

નવી દિલ્હી તા. ૩ :.. ભારત સરકારના થિન્ક ટેન્ક નીતિ પંચે સતત વિકાસના લક્ષ્યો પર તેનો ત્રીજો રીપોર્ટ ર૦ર૦-ર૧ જાહેર કર્યો છે. આ રીપોર્ટમાં રાજયો અને સંઘ પ્રશાસિત ક્ષેત્રોની સામાજીક, આર્થિક અને પર્યાવરણીય સ્થિતિ પર કરેલા દેખાવો અંગેની સમીક્ષા કરવામાં આવી છે.

આ વખતના રીપોર્ટમાં કેરળ ટોપ સ્થાન પર રહયું છે. જયારે બિહાર સૌથી ખરાબ રહ્યું છે. ઝારખંડની સ્થિતિ પણ સારી રહી નથી. અને તે બિહારથી ઉપર છે.

નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવકુમારે દિલ્હીમાં આ રીપોર્ટને લોન્ચ કર્યો તેઓએ કહ્યું કે એસડીજી ઇન્ડિયા ઇન્ડેકસ - અને ડેશબોર્ડના માધ્યમથી એસડીજીની દેખરેખ અમારા પ્રયત્નને વિશ્વમાં ઓળખ મળી રહી છે. અને આ ડેટાનો ઉપયોગ વિકાસના પ્રોજેકટ પર કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે નીતિ પંચની એસડીજી ઇન્ડીયા ઇન્ડેકસમાં રાજયો અને સંઘ પ્રશાસિત ક્ષેત્રોનો સામાજીક, આર્થિક અને પર્યાવરણ ક્ષેત્રમાં તેની પ્રગતિને માપે છે અને તે જ આધારે તેનું રેન્કિંગ કરે છે.

આ વખતે આ રીપોર્ટમાં ૧૭ લક્ષ્યો પર ૩૬ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દેખાવની સમીક્ષા કરવામાં આવી છે. આ રીપોર્ટમાં જો પાંચ ટોપ પરફોર્મર રાજયોની વાત કરે તો ટોપ ફાઇવની યાદીમાં કેરળ પ્રથમ, બીજા નંબર પર હિમાચલ પ્રદેશ અને તામિલનાડુ અને ત્રીજા નંબર આંધ્ર પ્રદેશ, ગોવા, કર્ણાટક, ઉતરાખંડ, ચોથા નંબર પર સિકિકમ અને પાંચમાં નંબર પર મહારાષ્ટ્ર છે. કેરળ ર૦૧૯ ની રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર હતું.

પાંચ ટકા રાજયોની વાત કરવામાં આવે તો બિહાર સૌથી નીચે છે. તેનાથી ઉપર ઝારખંડ છે. ત્યારબાદ આસામનો નંબર આવે છે. ત્યારબાદ અરૂણાચલપ્રદેશ, મેઘાલય, રાજસ્થાન અને યુપીનો નંબર આવે છે ત્યારબાદ છત્તીસગઢ, નાગાલેન્ડ અને ઓડિશાનો નંબર આવે છે.

ગરીબીની ઉન્નતિ મામલે તામિલનાડુ અને દિલ્હીનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. બીજીબાજુ પ્રજાની ભૂખ સંતોષવા મામલે શાનદાર કામ કરીને કેરળ અને ચંદીગઢ ટોપ સ્થાન પર છે.

સારા સ્વાસ્થ્ય મામલે ગુજરાત અને દિલ્હીએ સર્વશ્રેષ્ઠ કામ કર્યુ છે. ગુણવત્તા સત્વરે શિક્ષણ મામલે કેરળ અને ચંદીગઢનું કામ સર્વોત્તમ રહ્યું છે.

(4:06 pm IST)