Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

કોરોના બાબતે રાહતના સમાચાર

દ. આફ્રિકન વેરીયન્ટ ગાયબ : યુ.કે. વેરીયન્ટ પણ હવે શાંત

નવી દિલ્હી, તા. ૩ :  દેશની રાજધાનીમાં સંક્રમણના નવા કેસો ઝડપથી ઘટી રહ્યા છે, તો વાયરસના વેરીયન્ટ પણ ધીમે ધીમે નિષ્ક્રીય થવા લાગ્યા છે. પણ જોખમ હજુ ટળ્યું નથી. કારણ એ છે કે નિષ્ક્રીય થવાની સાથે જ વાયરસમાં ફેરફાર થઇ શકે છે. દિલ્હીમાં એપ્રિલ-મે માં વાયરસના ત્રણ વેરીયન્ટે હાહાકાર મચાવ્યો હતો જેમાંથી બે દક્ષિણ આફ્રિકા અને એક યુકેનો વેરીયન્ટ હવે ઓછો દેખાઇ રહ્યો છે. નવા સેમ્પલોના જીનોમ સીકવન્સીંગમાં આ વેરીયન્ટ નથી જોવા મળતા.

જો કે, દિલ્હીમાં જ જીનોમ સીકવેસીંગ કરતી લેબ હોવા છતાં સેમ્પલના આંકડા સાવ ઓછા છે. અત્યાર સુધીમાં લગભગ દોઢ હજાર સેમ્પલનું જ જીનોમ સીકવેસીંગ થઇ શકયુંુ છે. તો હૈદ્રાબાદ ખાતેની સીસી એમબી લેબમાં આ વર્ષના ફેબ્રુઆરી પછી કોઇ સેમ્પલ નથી મોકલાયું.

નવી દિલ્હી ખાતે ર્ીનેશનલ સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ (એનસીડીસી) ના સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મે મહિના સુધી દિલ્હીમાં યુકે અને દક્ષિણ આફ્રિકાના વેરીયન્ટ ઉપરાંત એલમ્પર આર અને ઇ૪૮૪કયુ મળીને બનેલ નવો બી ૧.૬૭૭ વેરીયન્ટ જ ઝડપભેર ફેલાયો હતો. મોટા ભાગના દર્દીઓમાં બી ૧-૬૭૭ અને યુ.કે. વેરીયન્ટ બી-૧-૧-૭ જ મળતો હતો જેના કારણે જે લોકો પહેલા સંક્રમિત થયા હતા તેમનામાં ફરીથી સંક્રમણ જોવા મળ્યું એટલું જ નહીં આ બન્ને વેરીઅન્ટના કારણે લોકોમાં કોરોના વિરૂધ્ધ બનેલા એન્ટીબોડીઝ પણ પ૦ ટકા સુધી ઘટી ગયા હતા઼. જો કે દક્ષિણ આફ્રિકન વેરીયન્ટ બી-૧ ૩પ૧ ૧૦ મે પછી ગાયબ થઇ ગયો.

એક સીનીયર અધિકારીએ જણાવ્યું કે વાયરસનું ભાવિ શું હશે તે તો કોઇ નથી જાણતું પણ હાલમાં સ્થિતિએ છે કે દિલ્હીમાં બી-૧-૧-૭ યુકે વેરીટન્ટ નહીં બરાબર જોવા મળે છે. જયારે બી-૧-૬૧૭ વેરીયન્ટની ઉપસ્થિતિ હજુ પણ દિલ્હીમાં છે જે આગળ શું ફેરફાર કરશે તે કોઇ ન કરી શકે, જો કે તે બાબતે જાણવા જીનોમ સીકવેંસીંગ બહુ જરૂરી છે પણ રાજયોમાંથી એટલા સેમ્પલ નથી આવતા અત્યાર સુધીમાં દોઢ હજાર સેમ્પલોનું સીકવેસીંગ થયું છે. જેમાંથી ૬૧ર ગંભીર વેરીન્ટ મળી ચુકયા છે.

(4:11 pm IST)