Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

સેન્સેક્સમાં ૩૮૩, નિફ્ટીમાં ૧૧૪ પોઈન્ટનો ઊછાળો

સ્થાનિક શેર બજારોમાં લાભનો ટ્રેન્ડ ચાલુ રહ્યો : ટાઇટન, ઓએનજીસી, આઈશર, એલએન્ડટી, એક્સિસ બેંકમાં નિફ્ટી ઉપર સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો

મુંબઈ, તા. : સ્થાનિક શેર બજારોમાં બુધવારે પણ લાભનો ટ્રેન્ડ ચાલુ રહ્યો. બીએસઈનો ૩૦ શેરોનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ ૩૮૨.૯૫ પોઈન્ટ અથવા .૭૪ ટકાના વધારા સાથે ૫૨,૨૩૨.૪૩ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. તે સમયે, એનએસઈ નિફ્ટી ૧૧૪.૨૦ પોઇન્ટ અથવા .૭૩ ટકાના વધારા સાથે ૧૫,૬૯૦.૪૦ પર બંધ રહ્યો હતો. આમ સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઊંચા સ્તરે બંધ રહ્યા હતા. ટાઇટન, ઓએનજીસી, આઈશર મોટર્સ, એલએન્ડટી અને એક્સિસ બેંકમાં નિફ્ટી પર સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો. તે સમયે, ઇન્ડસઇન્ડ બેંક, વિપ્રો, ડો. રેડ્ડીઝ લેબ, સિપ્લા અને બજાજ ઓટોના શેરમાં ગાબડું જોવા મળ્યું.

સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો ઇન્ફ્રા, મેટલ, એફએમસીજી, એનર્જી અને બેક્નિંગ ક્ષેત્રના શેરમાં લેવાલી જોવા મળી હતી. બીજી તરફ, ફાર્મા સ્ટોક પર દબાણ હતું. બીએસઈનું મિડકેપ પણ એક ટકાના વધારા સાથે વિક્રમજનક ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ એક ટકાનો વધારો જોવા મળ્યો છે.

સેન્સેક્સ પર ટાઇટનના શેરમાં સૌથી વધુ .૬૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. રીતે, ઓએનજીસીમાં .૧૬ ટકા, લાર્સન અને ટુબ્રોમાં . ૬૪ ટકા, એક્સિસ બેંકમાં .૮૨ ટકા, કોટક મહિન્દ્રા બેંકમાં .૮૦ ટકા, બજાજ ફાઇનાન્સમાં .૬૧ ટકા, એચડીએફસી બેક્નમાં .૭૭ ટકા, એશિયન પેઇન્ટ્સનો શેર .૦૨ ટકા અને એચડીએફસીમાં .૮૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

સિવાય નેસ્લે ઈન્ડિયા, ઇન્ફોસીસ, એનટીપીસી, એસબીઆઇ, ભારતી એરટેલ, ટીસીએસ, રિલાયન્સ, મારુતિ, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને આઈટીસીના શેર લીલા નિશાન પર બંધ થયા છે. ઈન્ડસઇન્ડ બેંકના શેરમાં .૧૫ ટકાનો સૌથી મોટું ગાબડું બ્રેક જોવા મળ્યું હતું. ઉપરાંત પાવરગ્રિડ, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ડો. રેડ્ડીઝ, એચસીએલ ટેક, સન ફાર્મા, ટેક મહિન્દ્રા અને બજાજ ફિનસર્વના શેર લાલ નિશાન સાથે બંધ થયા છે. એલકેપી સિક્યોરિટીઝના હેડ (રિસર્ચ) એસ રંગનાથે જણાવ્યું હતું કે, આરબીઆઈની નીતિ ઘોષણા પહેલા શેર બજાર મજબૂત રહ્યું. તે સમયે, રસીકરણ અભિયાનની ગતિ અને મૂડી ખર્ચ સાથે સંબંધિત કાર્યક્રમ, આગામી સમયમાં ક્રેડિટ વૃદ્ધિમાં સુધારો કરી શકે તેવી અપેક્ષાઓથી બજાર પણ ઉત્સાહિત હતું. દલાલ સ્ટ્રીટ પણ અપેક્ષા રાખે છે કે ફુગાવા પર નજર રાખતી વખતે આરબીઆઈ પોલિસી વલણને હળવા રાખે. અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના મોટા ખેલાડીઓની સાથે કેટલીક ઉચ્ચ ગુણવત્તાની મિડકેપ કંપનીઓના શેરોમાં ગતિવિધિ જોઇ છે.

(9:40 pm IST)