Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

સાગર હત્યાકાંડમાં સુશીલકુમારની મુશ્કેલીમાં વધારોઃ કોર્ટ દ્વારા ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો

નવી દિલ્હીઃ સાગર હત્યાકાંડમાં સુશીલની મુશ્કેલી વધી રહી છે. પોલીસ સુશીલ પર શિકંજો કસી રહી છે. દિલ્હી પોલીસ તરફથી રજૂ થયેલા ફરિયાદી અતુલ શ્રીવાસ્તવે રોહિણી કોર્ટને જણાવ્યુ કે સુશીલ કુમાર તપાસમાં સહયોગ કરી રહ્યો નથી. તે કહી રહ્યો છે કે મને ખ્યાલ નથી કે કઈ રીતે ફસાવવામાં આવ્યો, બધુ બરબાદ થઈ ગયું. કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, મારપીટનો વીડિયો મહત્વનો પૂરાવો છે. આ વીડિયો બધાને સર્કુલેટ કરવા માટે બનાવવામાં આવ્યો હતો, જેથી સુશીલ કુમાર કહી શકે કે હું ગમે તે કરી શકુ છું.

દિલ્હી પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે, ઘટનાના સમયે જે કપડા સુશીલે પહેર્યા હતા તે મળ્યા નથી. આ બધુ રિકવર કરવા માટે સુશીલની કસ્ટડી જોઈએ. અમારે આરોપીને ભટિન્ડા અને હરીદ્વાર લઈને જવા છે. પોલીસ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ વસ્તુ અહીં હોઈ શકે છે ત્યાં હોઈ શકે છે. અમે બધુ જપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

કોર્ટમાં સુશીલનું ડિસ્ક્લોઝર સ્ટેટમેન્ટ પણ દેખાડવામાં આવ્યું. કોર્ટમાં તપાસ અધિકારીએ કહ્યુ કે, સુશીલે જણાવ્યું હતું કે સંપત્તિના વિવાદનો મામલો છે. પહેલા સુશીલે કહ્યુ કે, ફ્લેટ ખાલી કરાવવાને લઈને ખુબ ઝગડો થયો. જેનું ભાડુ 25 હજાર હતું પરંતુ એક આંતરરાષ્ટ્રીય ખેલાડી 25 હજાર માટે પોતાનું કરિયર કેમ ખરાબ કરે.

અતુલ શ્રીવાસ્તવે કોર્ટને જણાવ્યું કે, સાગર ગોલ્ડ મેડલિસ્ટ હતો. જે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે તે લોકો પણ નાજુક સ્થિતિમાં છે. ઘટનાનો વીડિયો હજુ પણ છે. જે ઈજાગ્રસ્ત છે તે પણ ગોલ્ડ મેડલિસ્ટ છે. ઘટનાના સમયે સુશીલે જે કપડા પહેર્યા હતા તે મળ્યા નથી.

રોહિતે કોર્ટે રેસલર સુશીલ કુમારની પોલીસ કસ્ટડી માટે કરવામાં આવેલી અરજીને નકારી દીધી હતી. કોર્ટે સુશીલ અને અજયને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.

(4:46 pm IST)