Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

આપસી ઝગડા કરી કોર્ટનો સમય બરબાદ કરવાનું બંધ કરો : કોરોના મહામારીના ઈલાજ માટે સમય ફાળવો : બાબા રામદેવ વિરુદ્ધ દિલ્હી મેડિકલ એશોસિએશનને કરેલી પિટિશન મામલે દિલ્હી હાઈકૉર્ટનું મંતવ્ય

ન્યુદિલ્હી : બાબા રામદેવ વિરુદ્ધ દિલ્હી મેડિકલ એશોસિએશનને કરેલી  પિટિશન મામલે દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે આપસી ઝગડા કરી કોર્ટનો સમય બરબાદ કરવાનું બંધ કરો . અને તેના બદલે કોરોના મહામારીના ઈલાજ માટે સમય ફાળવો .

દિલ્હી મેડિકલ એસોસિએશન દ્વારા દાખલકરાયેલા  દાવાના  આધારે, દિલ્હી હાઈકોર્ટે આજે યોગ ગુરુ બાબા રામદેવને નોટિસ મોકલી છે. જોકે કોર્ટે રામદેવને સીધા કે આડકતરી રીતે કોઈ વાંધાજનક અને વિવાદાસ્પદ નિવેદન આપવા અથવા તેવા સમાચાર પ્રકાશિત કરવા પર રોક લગાવવાની ડોકટરોની વિનંતીને નકારી કાઢી હતી. ડોકટરોના એશોશિએસને બાબા રામદેવ પર તેમના વાંધાજનક નિવેદન માટે 1 રૂપિયાનું સાંકેતિક નુકસાન અને બિનશરતી માફીની  માંગ કરી હતી. કોર્ટે ડોકટરોને પિટિશનને બદલે જાહેર હિતની  અરજી દાખલ કરવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ડોક્ટરોએ પિટિશનમાં કરેલી રજુઆત મુજબ "રામદેવની ટિપ્પણી ડીએમએના સભ્યોને અસર કરી રહી છે. તેઓ એલોપથી નકલી  હોવાનું જણાવે છે. તેમજ શૂન્ય ટકા મૃત્યુ દર સાથે કોવિડના  ઉપચાર તરીકે પોતાની પ્રોડક્ટ કોરોનિલનો પ્રચાર કરે છે. સરકારે તેમને જાહેરાત ન કરવા કહ્યું છે. પરંતુ આ દરમિયાન તેમણે કોરોનિલનું  250 કરોડ રૂપિયાનું વેચાણ કરી નાખ્યું છે.તેવું બી.એન્ડ બી. દ્વારા જાણવા મળે છે.

(5:41 pm IST)