Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો મોટો નિર્ણય : કોરોના સામે રક્ષણ માટે પોતાના કર્મીઓના માતા-પિતા સહીત સમગ્ર પરિવારનો રસીનો ખર્ચ ઉઠાવશે

ચેરમેન મુકેશ અંબાણીએ કોરોનાને કારણે ગત વર્ષે એક રુપિયાની પણ સેલેરી ન લીધી

નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કોરોનાને કારણે ગત વર્ષે એક રૂપિયાની પણ સેલેરી લીધી નહી. સાથે કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે સ્વખર્ચે પોતાના કર્મચારીઓને રસી મૂકાશે. તેથી કંપનીએ કર્મચારીઓને રસી લેવાનો અનુરોધ કર્યો છે રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીએ રિલાયન્સના કર્મચારીઓને મેઇલ મોકલી આ માહિતી આપી છે. તેમણે કંપનીના કર્મચારીઓ જ નહીં તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની અને બાળકોને પણ વેક્સિનેશન આપવાની વાત કરી છે.

 કર્મચારીઓને મોકલેલા મેઇલમાં નીતા અંબાણીએ કહ્યું કેતમારા, તમારા જીવન સાથી (પતિ-પત્ની) માતા-પિતા અને રસી મૂકાવાના પાત્ર બાળકોના રસીકરણનો ખર્ચ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપાડશે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા અને કલ્યાણની જવાબદારી અમારી છે. મુકેશ અને મને ખરેખર વિશ્વાસ છે કે જે લોકો પણ રિલાયન્સ પરિવારનો હિસ્સો છે, તેમના સ્વજનોના આરોગ્ય અને ખુશીની અમારી જવાબદારી છે.

 

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ નીતા અંબાણીએ કહ્યું કે“અમે તમારા (કર્મચારીઓનાઃ સહકારથી મહામારીને હરાવવામાં સફળ થઇશું. ત્યાં સુધી પોતાની સુરક્ષાનું ધ્યાન રાખો. સ્વચ્છતા સંબંધી સાવચેતી રાખઓ. આપણે સામૂહિત લડાઇના અંતિમ તબક્કામાં છીએ. આપણે જીતીશું. અંતમાં તેમણે લખ્યું કોરોના હારેગા, ઇન્ડિયા જીતેગા.”

કંપનીનું કહેવું છે કે તેના કુલ કર્મચારીઓની સંખ્યા 2,30,000થી વધુ છે. સૌથી વધુ કર્મચારી રિલાયન્સ રિટેઇલમાં કામ કરે છે. તેમાં 65,000 કર્મી છે. કર્મચારીઓને રસી માટેની વ્યવસ્થા થતાં જ તેમના અને તેમના પરિવાર માટે રસીકરણની યોજના બનાવવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી એને તેમનાં પત્ની નીતા અંબાણીના આશ્વાસન બાદ કંપનીએ આ અંગેની તૈયારીઓ શરુ કરી દીધી છે.

નોંધનીય છે કે માત્ર રિલાયન્સ જ નહીં વિશ્વની અગ્રણી આઇટી કંપની એક્સચેન્જર અને ઇન્ફોસિસે પણ તેમના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને વેક્સિન આપવાની જાહેરાત કરી છે.

નોધનીય છે કે કોરોનાકાળમાં પણ રિલાયન્સની નેટવર્થ વધી રહી છે. છતાં કોરોનાને કારણે ચેરમેન મુકેશ અંબાણીએ વર્ષ 2020-21 દરમિયાન કોઇ પગાર લીધો નહીં. મુકેશ અંબાણીનો ઘણા વર્ષોથી પગાર 15 કરોડ રૂપિયા છે. પરંતુ કંપનીએ બુધવારે પોતાના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું કે કોરોના સંકટને કારણે મુકેશ અંબાણીએ કોઇ સેલેરી લીધી નહીં.

શેરધારકોને મોકલેલા પત્રમાં મુકેશ અંબાણીએ કહ્યું કે કોવિડ મહામારીએ ઘણાના જીવન બરબાદ કરી નાંખ્યા અને તેનાથી દેશના અર્થતંત્રની વ્યવસ્થા પર પણ માઠી અસર પડી છે.

બીજી બાજુ રિલાયન્સના શેર ઊંચકાતા ગત સપ્તાહે જ મુકેશ અંબાણીની નેટવર્થમાં 8.2 અબજ ડોલર (આશરે 52,621 કરોડ રૂપિયા)નો વધારો થયો. છતાં છેલ્લા ઘણા વર્ષોથી તેમના પગારમાં કોઇ વધારો થયો નથી

રિલાયન્સના અન્ય અધિકારીઓનો પગારએક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર નિખિલ આર મેસવાની વાર્ષિક રૂ. 24 કરોડનું પેકેજ ,ડાયરેક્ટર હિતલ આર મેસવાની વાર્ષિક રૂ. 24 કરોડનું પેકેજ,ડાયરેક્ટર પીએમએસ પ્રસાદ વાર્ષિક રૂ.12 કરોડનું પેકેજ,પવનકુમાર કપિલ વાર્ષિક રૂ.4.24 કરોડ,,

(પ્રસાદ અને કપિલને વેતન ઉપરાંત આશરે 17.28 કરોડ રૂપિયા કમિશન પેટે પણ મળ્યા)

(6:43 pm IST)