Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

અમેરિકન એક્સપર્ટ ડૉ એન્થની ફૌસીના ચીની વૈજ્ઞાનિકો સાથે સબંધો ખુલ્યા: ઈમેલ ચેટ લીક

જો બાઈડેનના મેડિકલ એડવાઈઝર ડૉ એન્થની ફૌસી અને જાણીતા ઉદ્યોગપતિ બિલ ગેટ્સ પર વુહાન લેબને પૈસા આપવાનો આરોપ

વૉશિંગ્ટન: વિશ્વમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. કરોડો લોકો સંક્રમિત થયા છે, લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે ચીન પર કોરોના વાઈરસને પોતાની લેબમાં તૈયાર કરવાનો આરોપ લાગી રહ્યો છે, ત્યારે અમેરિકાના મહામારી એક્સપર્ટ અને રાષ્ટ્રપતિ જો બાઈડેનના મેડિકલ એડવાઈઝર ડૉ એન્થની ફૌસી અને જાણીતા ઉદ્યોગપતિ બિલ ગેટ્સ પર વુહાન લેબને પૈસા આપવાનો આરોપ લાગ્યો છે

તાજેતરમાં અમેરિકન અખબાર વૉશિંગ્ટન પોસ્ટના હાથમાં ડૉ ફૌસીના ઈ-મેઈલ આવી જતા, આ આરોપો પર શંકા વધુ પ્રબળ બની છે. જ્યારે ફૌસીનું ઈનબૉક્સ પ્રશંસા અને ધમકી ભરેલા ઈ-મેઈલથી ભરેલુ છે.

હકીકતમાં વૉશિંગ્ટન પોસ્ટના હાથમાં 866 પેજની ઈ-મેઈલ ચેટ આવી ગઈ છે. જેનાથી જાણવા મળે છે કે, ડો એન્થની સતત ચીની વૈજ્ઞાનિકોના સંપર્કમાં હતા અને તેમણે બિલ ગેસ્ટ સાથે પણ વૅક્સિનને લઈને વાતચીત કરી હતી.

ડૉ એન્થની પર ગત મહિને આરોપ લાગ્યો હતો કે, તેમણે ચીનની વુહાન લેબને પૈસા આપ્યા હતા અને હવે તેમને ઈ-મેઈલ લીક થયા બાદ ફરીથી એક વખત સવાલ ઉઠી રહ્યાં છે કે, શું ડૉ એન્થની પણ કોઈ ષડયંત્રમાં સામેલ હતા? શું તેમને કોરોના વાઈરસ વિશે પહેલાથી જ જાણકારી હતી અને શું તેમણે કોરોના વાઈરસ તૈયાર કરવા માટે ચીની પ્રયોગશાળાને પૈસા આપ્યા હતા?

ડો એન્થની ફૌસીના લીક થયેલા ઈ-મેઈલ ચેટથી લાગે છે કે, તેઓ ચીનના ઉચ્ચ મેડિકલ એક્સપર્ટો સાથે સતત સંપર્કમાં હતા. રિપોર્ટ મુજબ, ડો. એન્ઝનતી અને ચીના મહામારી વિશેષજ્ઞ ડો જ્યોર્જ ગાઉ, જે ચાઈનીઝ સેન્ટર ફૉર ડિસિઝ કંટ્રોલના ડિરેક્ટર છે, બન્ને વચ્ચે કોરોના વાઈરસના દુનિયામાં ફેલાવવાની સમય પર સતત વાતચીત થતી રહી હતી.

વૉશિંગ્ટન પોસ્ટે અનેક ઈ-મેઈલને જાહેર કર્યાં છે. જેમાં ગત વર્ષે એપ્રિલ મહિનામાં ડો એન્થની ફૌસી અને જ્યોર્જ ગાઉ વચ્ચેની વાતચીત છે. આ ચેટમાં ડૉ ફૌસી મિત્રતાના અંદાજમાં ડો જ્યોર્જ સાથે વાત કરી રહ્યાં છે, પરંતુ એ વખત પણ કોરોના વાઈરસની ઉત્પત્તિને લઈને ચીની એક્સપર્ટને પ્રશ્ન નથી પૂછતા.

ગત વર્ષે માર્ચ મહિનામાં ચીનના એક્સપર્ટે કહ્યું હતું કે, અમેરિકન સરકાર લોકોને માસ્ક પહેરવા માટે નથી કહી રહી, જે અમેરિકન સરકારની સૌથી મોટી ભૂલ હશે. જેમાં તેમણે એન્થનીનું પણ નામ લીધુ હતું, પરંતુ પછી તેમણે 28 માર્ચે ડો એન્થનીને મેઈલ કર્યો. જેમાં લખ્યું હતું કે, મેં તમારો ઈન્ટર્વ્યૂ જોયો અને તે એક પત્રકારની ભાષા હતા. આશા છે કે, તમે તેને સમજશો. ચાલો સાથે મળીને કામ કરીએ છીએ, જેથી ધરતી પરથી આ વાઈરસને ખતમ કરી શકાય. જેના જવાબમાં એન્થનીએ લખ્યું હતું કે, હું પૂરી રીતે સમજુ છું. કોઈ સમસ્યા નથી, આપણે સાથે મળીને કામ કરીશું.

આ જવાબના ઠીક એક સપ્તાહ બાદ ડૉ એન્થની ફૌસીએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવાની શરૂ કરી દીધી હતી. અગાઉ તેમણે વ્હાઈટ હાઉસમાં કહ્યું હતું કે, કોરોના વાઈરસ સામે માસ્ક પહેરવાની જરૂર નથી, પરંતુ ચીનના એક્સપર્ટ સાથે વાત કર્યા બાત તેમણે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવાનું શરૂ કરી દીધુ હતું.

વૉશિંગ્ટન પોસ્ટે ડૉ એન્થની ફૌસી અને બિલ ગેટ્સ વચ્ચે થયેલી વાતચીતને પણ જાહેર કરી છે. બન્ને વચ્ચેની વાતચીત કોરોના મહામારીના આવ્યાના શરૂઆતના દિવસોમાં થઈ હતી. 1 એપ્રિલે ફૌસીએ બિલ ગેટ્સ સાથે ટેલિફોન પર વાત કરી હતી. જેમાં તેઓ બિલ ગેટ્સ અને મેલેનિયા ફાઉન્ડેશનને કોરોના વાઈરસની વૅક્સિનના નિર્માણ માટે કહી રહ્યાં હતા. એક ઈ-મેઈલમાં બિલ ગેટ્સને ફૌસી કહે છે કે, તેમણે સરકાર સાથે મળીને કામ કરવુ જોઈએ.

(6:55 pm IST)