Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

વિપ્રોની માર્કેટ કેપ ત્રણ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી

શેરબજારમાં જોરદાર તેજીમાં કંપનીને બખ્ખાં : વિપ્રો દેશની ૧૪મી અને ત્રીજી આઈટી કંપની બની છે જેની માર્કેટ કેપ ત્રણ લાખ કરોડને વટાવી ગઈ હોય

નવી દિલ્હી, તા. : શેરબજારમાં જોવા મળી રહેલી તેજીની વચ્ચે ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીની કંપની વિપ્રોની માર્કેટ કેપ લાખ કરોડને પાર થઈ ગઈ છે. વિપ્રો દેશની ૧૪મી અને ત્રીજી આઈટી કંપની બની છે જેની માર્કેટ કેપ ત્રણ લાખ કરોડને વટાવી ગઈ હોય.

પહેલા ઈન્ફોસિસ અને ટીસીએસ કારનામુ કરી ચુકી છે. ગયા મહિના વિપ્રો માર્કેટ કેપમાં દુનિયાની ચૌથી સૌથી મુલ્યવાન આઈટી કંપની બની હતી. સમયે સૌથી વધારે મુલ્ય ધરાવતી આઈટી સર્વિસ કંપની એસેન્ચર છે અને તેના પછી ટીસીએસ અને ઈન્ફોસિસનો નંબર આવે છે.

ગુરુવારે શેરબજારમાં વિપ્રોના શેરમાં .૨૭ ટકાનો વધારો થયો હતો અને શેર ૫૫૦ રુપિયા પર પહોંચ્યો હતો. શેરમાં રેકોર્ડ તેજીથી કંપનીનુ માર્કેટ કેપ .૦૧ એક લાખ કરોડ થઈ ગયુ હતુ. ભારતમાં પહેલા ૧૩ કંપનીઓની માર્કેટ શેર લાખ કરોડ કરતા વધી ચુકી છે. યાદીમાં ટોપ થ્રી કંપનીઓ પ્રમાણે છે. રિલાયન્સ ૧૪.૦૫ લાખ કરોડ. ટીસીએસ ૧૧.૫૮ લાખ કરોડ. એચડીએફસી .૩૩ લાખ કરોડ.

(7:41 pm IST)