Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

બાબા રામદેવ પહેલા યોગ ગુરુ હતા ,પછી ભોગ ગુરુ બન્યા અને હવે ઉદ્યોગ ગુરુ બની ગયા છે : એલોપથી વિષેના તેમના વિવાદાસ્પદ વિધાનોએ રસીકરણના કામમાં વિક્ષેપ કર્યો : એલોપથી ,હોમીઓપેથી ,આયુર્વેદ ,તથા યુનાની સહીત દરેક ઉપચાર પદ્ધતિને પોતાનું આગવું મહત્વ છે : ઇન્ડિયન મેડિકલ એશોસિએશનનું મંતવ્ય

ન્યુદિલ્હી :બાબા રામદેવ વિષે નિવેદન કરતા ઇન્ડિયન મેડિકલ એશોસિએશનના ડો.સંદીપ કાલડાએ જણાવ્યું હતું કે એલોપથી ,હોમીઓપેથી ,આયુર્વેદ ,તથા યુનાની સહીત દરેક ઉપચાર પદ્ધતિને પોતાનું  આગવું મહત્વ છે .

ડો.એ.પી.સેતિયાએ જણાવ્યું હતું કે બાબા  રામદેવના ભ્રામક પ્રચારથી ટીકાકરણ અભિયાનમાં વિક્ષેપ ઉભો થયો છે.

ડો.જે.પી.એસ.નલવાએ કહ્યું હતું કે બાબા રામદેવ પહેલા યોગ ગુરુ હતા ,પછી ભોગ ગુરુ બન્યા અને હવે ઉદ્યોગ ગુરુ બની ગયા છે . તેમણે કોવિદની એકપણ હોસ્પિટલ ખોલી નથી કે ઉપચાર કર્યો નથી.તેમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કામ ચલાવવું જોઈએ. તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(8:07 pm IST)