Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

કેરળમાં ચોમાસાનું આગમન : આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં પવન સાથે હળવા વરસાદની આગાહી

રાજયના વાતાવરણમાં અચાનક પલટો ; અનેક જિલ્લામાં મેઘરાજાની હાઉકલી

નવી દિલ્હી : કેરળમાં ચોમાસાનું આગમન થયું છે ત્યારે આગામી પાંચ દિવસમાં ગુજરાત રાજયમાં હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે. પવન સાથે રાજયમાં સામાન્ય વરસાદ થવાની પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

ભારતમાં વરસાદની સિઝને દસ્તક આપી દીધી છે ત્યારે દેશના અનેક રાજયોમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસથી પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજયમાં જિલ્લામાં આગામી પાંચ દિવસમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.

મંગળવારના રોજ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન ખાતા આગાહી પગલે ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જિલ્લાનું વડુ મથક આહવા ખાતે વાદળછાયું વાતાવરણ સાથે પવનની લહેર પણ જોવા મળી. મંગળવારે સાપુતારા ખાતે પણ વરસાદ પડ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાથે જ છૂટા છવાયો વરસાદ પણ નોંધાયો.

 અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના દિયોદર પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ગત મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં કાચા મકાનો અને છાપરાઓના પતરા ઉડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, ભાદર ગામે પશુઓને બાંધવાનું ઢાળીયું પડતાં એક ગાયનું મોત થયું છે. તો ભારે પવનના કારણે બાજરી સહિત અનેક પાકો ઢળી ગયા છે.

(8:44 pm IST)