Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

નેફ્ટાલી બેનેટ ઈઝરાયલના નવા વડાપ્રધાન તરીકે રહેશે

લાંબા સમયથી વડાપ્રધાન રહેલા નેતન્યાહૂની વિદાય : માર્ચની ચૂંટણીમાં નેતન્યાહૂની પાર્ટીને બહુમતી નહોતી મળી

તેલ અવીવ, તા. : ઈઝરાયલમાં લાંબા સમયથી સત્તા પર રહેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વિદાય થઈ ગઈ છે. તેમના વિરોધ પક્ષોના ગઠબંધને આખરે નવી સરકાર બનાવવાને લઈને સંમતિ આપી દીધી છે. તે પછી હવે નેફ્ટાલી બેનેટનું ઈઝરાયલના આગામી વડાપ્રધાન બનાવવાનું નક્કી મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષે માર્ચમાં થયેલી ચૂંટણીમાં નેતન્યાહૂની લિકુડ પાર્ટીને બહુમતી નહોંતી મળી. ચૂંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી હોવા છતાં ઈઝરાયલના પ્રેસિડન્ટ રુવેન રિવલિને નેતન્યાહૂને સરકાર બનાવવાનો અને જૂન સુધી બહુમતી સાબિત કરવાનો આદેશ આપ્યો હતો.

નેતન્યાહૂના તમામ પ્રયાસો અને જોડતોડ છતાં લિકુટ પાર્ટી પોતાના સહયોગીઓને સાધવામાં નિષ્ફળ રહી હતી. તો, તેમના વિરોધી નેતા યેર લેપિડે જાહેરાત કરી છે કે, ઈઝરાયલના વિરોધ પક્ષો વચ્ચે નવી સરકાર બનાવવાને લઈને સંમતિ ઊભી થઈ ગઈ છે. નવા ગઠબંધનમાં ઈઝરાયલની પાર્ટીઓ સામેલ છે. લેપિડે જણાવ્યું કે, સંમતિ મુજબ, પહેલા યામિના પાર્ટીના ચીફ નેફ્ટાલી બેનેટ ઈઝરાયલના વડાપ્રધાન બનશે. બે વર્ષ પછી તેમની જગ્યાએ યેશ એટિડ પાર્ટીના નેતા યેર લેપિડ પોતે જવાબદારી સંભાળશે.

મોટી વાત છે કે, નેતન્યાહૂની સરકારની સામે બનેલા ગઠબંધનમાં ઈઝરાયલમાં આરબ સમુદાયનુ પ્રતિનિધિત્વ કરતી રામ પાર્ટી પણ સામેલ છે. ઈઝરાયલના મીડિાયમાં સમજૂતી પર સહી કરતા વિરોધ પક્ષોના નેતાઓની એક તસવીર પણ વાયરલ થઈ રહી છે, જેમાં યેશ એટિડ, નેફ્ટાલી બેનેટ અને રામ પાર્ટીના મંસૂર અબ્બાસ જોવા મળી રહ્યા છે .નવી સમજૂતી વિશે ઈઝરાયલના પ્રેસિડન્ટને વિરોધ પક્ષોએ જાણ કરી દીધી છે.

ટૂંક સમયમાં સંસદનું સત્ર બોલાવી બહુમતી સાબિત કરાશે, તે પછી નેફ્ટાલી બેનેટ ઈઝરાયલના નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે. ઈઝરાયલમાં અત્યાર સુધીના ઈતિહાસમાં કોઈપણ એક પાર્ટીને બહુમતી નથી મળી શકી. એટલે, ૧૨ વર્ષથી ઈઝરાયલની સત્તા પર બેઠેલા બેન્જામિન નેતન્યાહૂને હટાવવા માટે આખો વિપક્ષ એકજૂથ થઈ ગયો છે.

વિરોધ પક્ષોના ગઠબંધનમાં જમણેરી વિચારધાર રાખતી યામિના પાર્ટી, મધ્યમાર્ગી યેશ એટિડ પાર્ટી અને મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતી રામ પાર્ટી સામેલ છે. ઈઝરાયલમાં છેલ્લા બે વર્ષમાં ચાર વખત ચૂંટણીઓ થઈ ચૂકી છે. દર વખતની જેમ ચૂંટણીમાં પણ કોઈ પાર્ટીને બહુમતી નથી મળી શકી. ઈઝરાયલની સંસદ નેસેટમાં કુલ ૧૨૦ બેઠકો છે.

તેમાં નેફ્ટાલી બેનેટની યામિના પાર્ટીની પાસે બેઠકો છે. વિપક્ષના જોડતોડના રાજકારણમાં યામિના પાર્ટીના ચીફ નેફ્ટાલી બેનેટ કિંગમેકર બનીને ઉભર્યા છે અને તેને વિરોધ પક્ષોએ પીએમ પદ આપવું પડ્યું છે.

(9:41 pm IST)